XT
વડોદરા જિલ્લા ના પોર થી માત્ર 4.કિલોમીટર ના અંતરે આવેલ રામનાથ ગામ માં રહેતા જીલુભાઈ ભીખા ભાઈ પઢિયાર કે જેઓ સરકારી બસ માં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે . અને તેના છોકરા મુકેશ જીલુભાઈ પઢિયાર સામે ગામના જ સરપંચ અક્કલ બેન પઢિયાર તથા ડે. સરપંચ અરવિંદ ભાઈ પઢિયાર તથા સરપંચ ના પતિ વીનું ભાઈ પઢિયાર નો આક્ષેપ છે કે રામનાથ ગામ પાસે આવેલ ભીમનાથ મહાદેવ મંદિર પાસે ગૌચર ની જગ્યા માં તથા રામનાથ ગામ ના ગૌચર માંથી માટી જે અદ્દલ રેતી જેવી છે તેનું ખોદકામ કરી બસ ડ્રાઇવર નો પુત્ર મુકેશ ભાઈ 1200/-થી 1500/-રૂપિયા માં રામનાથ તથા આજુબાજુ ના ગામ માં વેચાણ કરે છે જેની વિગતે
અમારા પ્રતિનિધિ હિતેશ પટેલે મુલાકાત લેતા માટી વહન કરતું એક ટ્રેક્ટર ઝડપી પાડવામાં આવ્યું હતું.ટ્રેક્ટર ડ્રાઇવર ને પૂછતાં આ માટી રામનાથ ગામ માં નાખવાની છે અને આ ટ્રેક્ટર ચાલકે1200/-થી 1500/-રૂપિયામાં આપીએ છે તેવો ઉલ્લેખ કર્યો હતો. આ માટી કામ અંગે ટ્રેક્ટર ના ડ્રાઇવર ને પોતાને ખબર નથી કે આ માટી કામ કાયદેસર નું છે કે ગેરકાયદેસર છે ? સરકારી ST બસ ડ્રાઇવર નો પુત્ર માટી ગેરકાયદે ખોદકામ કરે તે ઘટના સામે આવી છે. મુકેશભાઈ જીલુભાઈ પઢિયારે ગ્રામપંચાયત ની પરમિશન લીધી ન હોવાનું તથા ખાણ ખનીજ વિભાગ ની માં પણ પરમિશન નથી લીધી ! જ્યારે ગ્રામપંચાયત ના સરપંચ રોકવા જાય તો તેમની સાથે ઝઘડો કરવાના મૂડ માં આવી જઇ ઉશ્કેરાય વાતાવરણ બગડે તેવી પરિસ્થિતિ રામનાથ ગામ માં જોવા મળી હતી. જો ખાણ ખનીજ ના અધિકારી મુલાકાત લે તો સમગ્ર પોપડો ઉખડે ને સત્ય બહાર આવે સરપંચ ના કહેવા પ્રમાણે ગૌચર માંથી લાકડા પણ કાપી નાખેલા જોવા મળ્યા હતા. અત્રે ઉલકેખનિય છે કે મીડિયા આવે તે પહેલા માટી ના ફેરા પણ ટપોટપ બંધ થઈ ગયા હતા. મુકેશ ના માણસો રફુચક્કર થઈ ગયા હતા.
શુ રામનાથ ગામ માં રહેતા સરકારી નોકરી કરતા જીલુ ભાઈ નો પુત્ર મુકેશ જીઆઇડીસી માં નોકરી હોવાથી આ માથાભારે ઈસમ ને ગેરકાયદે માટી ખોદવા માં તંત્ર ની બીક લાગતી નથી ? મુકેશ જીલુભાઈ પઢિયાર કોના આર્શિવાદ થી માટી( રેતી )ખોદકામ કરે છે?
બાપ દીકરા ઉપર કોના ચાર હાથ છે?તે સમગ્ર મામલે ખાનખનિજ વિભાગ દરોડો પાડે તો જ ખબર પડે કે રામનાથ ગામ માં ચાલતું માટી ખોદકામ કેટલું કાયદેસર છે.?અને આવનારા દિવસો માં ફાજલપુર જેવી ઘટના રામનાથ ગામે બને પછીજ ખાનખનિજ વિભાગ મેદાને આવશે કેશુ તે પણ વાત લોકો માં ચર્ચા થઈ છે. રામનાથ ગામ ના જ અને જીલું ભાઈ ના કુટુંબી પ્રભાત સિંહ પઢિયાર ૩૧/૫/૧૮ રાત્રી ના અરસામાં હિતેશ પટેલ રહેઠાણ ઉપર આવેલ અને તેમના મોબાઇલ થી પત્રકાર હિતેશ પટેલ જોડે વાત કરાવતા તેમના જ કુટુંબ ના રણજિત ભાઈ હિંમત સિંહ પઢિયાર રિપોર્ટર ને ફોન માં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. અને ખોટા ખોટા સમાચાર છાપો છો તેમ કહી મોબાઈલ ફોન માં ધમકી આપવામાં આવી હતી. અને રણજિત સિંહ હિંમત સિંહ પઢિયાર ભુતપૂર્વ માથાભારે બુટલેગર હોઈ અને થોડા મહિના પહેલા રામનાથ ખુલ્લા ખેતર માંથી 20 પેટી વિદેશી દારૂ વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ના પોલીસ અધિકારીઓ એ દ્વ્રારા ઝડપી પાડવામાં આવ્યા હતા.અને પત્રકાર હિતેશ પટેલ દ્વ્રારા વરણામાં પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરવામાં આવી હતી. અને તેની તપાસ પોર બીટ ના જમાદાર સંતોષ પ્રસાદ સૂર્યમની પાઠક કરી રહ્યા છે. અને બુટલેગર રણજિત પઢિયાર ની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.