Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરાના પાદરામાંથી NCB એ 1 કરોડથી વધુ કિંમતનું 1 કિલો MD ડ્રગ્સ ઝડપી પાડયું : જેમા 2 મહિલઓ સામેલ.

Share

વડોદરા જિલ્લાના પાદરામાંથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB) એ એક કરોડ રૂપિયાથી વધુ કિંમતનો એક કિલો MD ડ્રગ્સનો મોટો જથ્થો પકડી પાડવામાં સફળતા મળી છે. MD ડ્રગ્સની સાથે સાથે મોટી રોકડ રકમ પણ મળી આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.

હાલ NCB એ 2 મહિલા સહિત 6 આરોપીની અટકાયત કરીને વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે બાતમીને આધારે પાદરા જકાતનાકા પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન NCB એ 2 મહિલા સહિત 6 લોકોની અટકાયત કરીને તપાસ કરતા તેમની પાસેથી એક કિલો જેટલુ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. આ આરોપીઓ દ્વારા આટલી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યા અને તેને ક્યાં લઇ જવાનો હતો, તે સહિતના મુદ્દે NCB એ આરોપીઓની પૂછપરછ કરી છે. આ મામલે ચોંકાવનારા ઘટસ્ફોટ થવાની શક્યતાઓ છે.

Advertisement

વડોદરા શહેર અને જિલ્લામાં નશાના કારોબારનો પગ પેસારો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. જેથી NCB દ્વારા સમયાંતરે કાર્યવાહી છતાં પણ ડ્રગ્સના કારોબાર પર રોક લાગી શકતી નથી.


Share

Related posts

ભરૂચ : વોર્ડ નં.10 ના પેન્ડિંગ કાર્યો સત્વરે શરૂ કરવા નગરપાલિકા સમક્ષ રજૂઆત..

ProudOfGujarat

विपुल अमृतलाल शाह “नमस्ते इंग्लैंड” की शूटिंग शुरू करंगे अमृतसर से | 

ProudOfGujarat

કશિકા કપૂરે પોતાની બોલ્ડ તસવીરોથી ઈન્ટરનેટનું તાપમાન વધાર્યું

ProudOfGujarat
error: Content is protected !!