Proud of Gujarat
GujaratFeaturedINDIA

મોતનુ પાણી : વડોદરાના નાગરવાડા વિસ્તારમાં દુષિત પાણીથી એક મહિલાનુ મોત : અન્ય અસરગ્રસ્ત : વોર્ડ નં.8 ની કચેરી પર રહીશોનો હલ્લાબોલ.

Share

આજે સવારે વોર્ડ કચેરીમાં સ્થાનિક લોકોએ ધસી જઇ કચેરી બાનમાં લીધી હતી. આ બનાવની જાણ પોલીસને પોલીસ પહોંચી જઇ મામલે થાળે પાડ્યો હતો. શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 8ની કચેરીમાં કચેરીની સામે આવેલ માળી મહોલ્લાના લોકોએ તોડફોડ કરી હતી. દૂષિત પાણી પીવાના કારણે ઝાડા ઉલટીના કેસો વધતા અને અક સપ્તાહમાં 3 નાં મોત થતા લોકો રોષે ભરાયા હતા.

મળેલી માહિતી પ્રમાણે નાગરવાડા વિસ્તારમાં વહીવટી વોર્ડ નંબર 8 ની કચેરીની બરોબર સામે માળી મહોલ્લો આવેલો છે. આ માળી મહોલ્લામાં છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણી આવતું હતું. સ્થાનિક લોકોએ અનેક વખત દૂષિત પાણીનો પ્રશ્ન હલ કરવા માટે વોર્ડ ઓફિસમાં રજૂઆત કરી હતી. પરંતુ તંત્ર દ્વારા દૂષિત પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવ્યો ન હતો. છેલ્લા કેટલાક સમયથી આવી રહેલા દૂષિત પાણીના કારણે બાળકો સહિત 20 ઉપરાંત લોકો ઝાડા, ઉલટી, તાવ સહિત બિમારીમાં પટકાતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો તે સાથે તંત્ર સામે ભારે રોષ ફાટી નિકળ્યો હતો.

કહેવાય છે કે ઝાડા ઉલટી થવાના કારણે એક મહિલાનું મોત થતાં ગભરાયેલા લોકો સવારે વોર્ડ કચેરીમાં વોર્ડ ઓફિસરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. પરંતુ, અધિકારી ન મળતા ટોળાએ કોમ્પ્યુટર, ટેબલ, ખુરશી સહિત ફર્નિચરની તોડફોડ કરી રોષ ઠાલવ્યો હતો. રોષે ભરાયેલા લોકો વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલાં કચેરી દ્વારા પોલીસને જાણ કરતાં કારેલીબાગ પોલીસ સ્ટેશનનો કાફલો કચેરી ખાતે પહોંચી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો. કચેરી બહાર ટોળે વળેલા લોકોથી માર્ગ ઉપરનો વાહન વ્યવહાર પણ ખોરવાઇ ગયો હતો.

Advertisement

બીજી બાજુ અનેક વખત રજૂઆત કર્યા પછી પણ દૂષિત પાણીનો પ્રશ્ન હલ ન કરનાર તંત્ર તોડફોડ બાદ માળી મહોલ્લામાં પાણીની ટેન્કરો મોકલવાનું શરૂ કરી દીધું હતું. તે સાથે ઘરે ઘરે જઇ પાણીના સેમ્પલ લેવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત આરોગ્ય ટીમને પણ ઘરે ઘરે જઇ સારવાર કરવા સુચના આપી હતી. સ્થાનિક લોકોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, દૂષિત પાણી પીવાના કારણે છેલ્લા એક સપ્તાહમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે. અને 20 ઉપરાંત લોકો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. આમ છતાં તંત્ર દ્વારા માળી મહોલ્લામાં દૂષિત પાણીનો પ્રશ્ન હલ ન થતાં લોકોને ઉગ્ર સ્વરૂપ ધારણ કરવાનો વખત આવ્યો છે.


Share

Related posts

સુરત : વેસુ-અલથાણ વિસ્તારમાં આવેલી સેન્ટ થોમસ સ્કૂલ પાસેના તળવામાં બે યુવકો ડૂબી ગયાની ધટના.

ProudOfGujarat

સાયન્સ સિટીમાં હ્યુમન એન્‍ડ બાયોલોજીકલ સાયન્સ અને એવીએશન એન્ડ ડિફેન્‍સ ગેલેરી ઉભી કરાશે

ProudOfGujarat

ડેડીયાપાડા પોલીસ કર્મચારીઓની માંગણીઓ અંગે BTTS અને આમ આદમી પાર્ટી દ્વારા આવેદન અપાશે !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!