કરજણ સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ૧૮ થી ૪૪ વર્ષની વયના લોકોને રસી આપવામાં આવી હતી. કોરોનાની બીજી લહેરે ભારે હાહાકાર મચાવ્યો છે ત્યારે કોરોનાથી લોકો સુરક્ષિત રહે એ માટે સમગ્ર રાજ્યમાં રસીકરણ કાર્યક્રમો આયોજિત થઇ રહ્યા છે.
જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા 18 વર્ષથી વધુ વયના લોકો માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે કરજણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 18 વર્ષ થી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી હતી. યુવા વર્ગના લોકો ઉત્સાહથી રસી મુકાવવા માટે આવી પહોંચ્યા હતા અને રસીકરણનો લાભ લીધો હતો.
યાકુબ પટેલ : કરજણ
Advertisement