Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા જિલ્લાના કરજણની શિવવાડી નજીકથી વડોદરા ગ્રામ્ય LCB પોલીસે વિદેશી દારૂના 24,26,400 રૂપિયાના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડયો.

Share

વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે વડોદરા જિલ્લાના કરજણ નજીકથી ૧૪ લાખ ઉપરાંતનો દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડયો હતો. હવે તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્રને માત્ર ફારસરૂપ સાબિત થઇ રહી હોય એમ લાગી રહ્યું છે અને બીજા અર્થમાં કહીએ તો હવે તો દારૂબંધીનું ચીરહરણ દારૂના બૂટલેગરો કરી રહ્યા હોય એમ લાગી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસને બાતમી મળી હતી જે બાતમીના આધારે કરજણ નજીક નેશનલ હાઇવે નંબર 48 ઉપર ભરૂચથી કરજણ આવતા શિવવાડી પાસે પોલીસ વોચમાં હતી.

તે સમયે બાતમીવાળી ટ્રક નંબર RJ – 19 GA – 4101 આવતા તે ટ્રક આવી પહોંચતા ટ્રકને ઉભી રાખી તેમાં સઘન તલાશી લેતા ટ્રકોમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નંગ 311 કુલ બિયરની બોટલો નંગ 4101 મળી કુલ કિંમત રૂપિયા 14,18,400 અને ટ્રક, મોબાઈલ, રોકડા મળી કુલ 24,26,400 રૂપિયાના મુદ્દામાલ સાથે રામનીવાસ કેસરારામ બુડિયા રહે. બામરલા રાજસ્થાન નાની ધરપકડ કરી કરજણ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.

યાકુબ પટેલ : કરજણ

Advertisement

Share

Related posts

જંગલ સફારીના સુરક્ષા જવાને રાજકોટના પ્રવાસીને રૂ. ૨ લાખની કિંમતના સોનાના દાગીના ભરેલ પાકીટ પરત કરી દર્શાવી પ્રમાણિકતા

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના રવિદ્રા ગામમાં નજીવા મુદ્દે માથાભારે તત્વોએ આદિવાસી યુવાનોને મારમારતા ચાર ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે

ProudOfGujarat

 છોટાઉદેપુર જનરલ હોસ્પિટલમાં પોષણ માસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!