વડોદરાના હરણી રોડ ઉપર સવાદ ક્વાટર્સમાં રહેતા બુટલેગર પાસેથી રૂપિયા 20 હજારની લાંચ લેતા વારસિયા પોલીસ સ્ટેશનના જમાદારને છોટાઉદેપુર લાંચ રૂશ્વત વિરોધી શાખાએ બે મહિના પહેલા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. કોર્ટે આરોપી પોલીસ કોન્સ્ટેબલની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરી છે.વડોદરાના ધવલ ચાર રસ્તા પાસે જે.પી. વાડીબાગની સામે સવાદ ક્વાટર્સમાં રાકેશ બાબુભાઈ રાજપૂત રહે છે. અગાઉ તેઓ દારૂનો ધંધો કરતો હતો. દારૂનો ધંધો ચાલુ રાખવા માટે વારસિયા પોલીસ મથકમાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જગદીશ કરસનભાઈ ગુડલીયાએ રૂપિયા 20 હજાર લાચની માગણી કરી હતી.સુરન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના બલાળા ગામના વતની જમાદાર જગદીશ ગુડલીયા 20 હજાર રૂપિયા લેવા આવતાની સાથે છટકામાં ગોઠવાયેલી ACBની ટીમ એલર્ટ થઈ ગઈ હતી અને જમાદાર બુટલેગર રાકેશ રાજપુત પાસેથી 20 હજાર રૂપિયા લેતાની સાથે ACBની ટીમે દબોચી લીધો હતો.
દરમિયાન આરોપીએ રેગ્યુલર જામીન મેળવવા સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી કોર્ટ રિજેક્ટ કરી દીધી છે. તપાસ અધિકારીએ સોગંધનામું ફાઇલ કરીને આરોપી વિરૂદ્ધ દસ્તાવેજી પુરાવા, સાંયોગીક પુરાવા, ટેક્નિકલ પુરાવાઓને તથા સરકારી વકીલ અનિલ દેસાઈની દલીલોને ધ્યાને લઇને કોર્ટે આરોપીના રેગ્યુલર જામીન નામંજૂર કર્યાં હતા.બુટલેગર રાકેશ રાજપૂત જમાદારને લાચ આપવા માગતો ન હતો. જેથી તેને છોટાઉદેપુર ACBમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે છોટાઉદેપુર ACBના પી.આઇ. ડી. જી. રબારીએ આપની મદદ લઇને મોડી સાંજે બુટલેગર રાકેશ રાજપૂતના ઘરની સામે આવેલ ગ્રાઉન્ડમાં છટકાનું આયોજન કર્યું હતું. ACB દ્વારા ગોઠવવામાં આવેલા છટકા મુજબ રાકેશ રાજપૂતે જમાદાર જગદીશ ગુડલીયાને પોતાના ઘર પાસે રૂપિયા 20 હજાર લેવા માટે બોલાવ્યો હતો.
વડોદરામાં બુટલેગર પાસેથી લાંચ લેતા ઝડપાયેલા હેડ કોન્સ્ટેબલની જામીન અરજી સેસન્સ કોર્ટે નામંજૂર કરી
Advertisement