દિનેશભાઇ અડવાણી
હનીટ્રેપના બનાવો વધી રહ્યા છે ત્યારે તાજેતરમાં હનીટ્રેપનો ભોગ બનનાર ફરિયાદી પાસેથી નાણાં પડાવી લેનાર ટોળકીને પીસીબી શાખા તથા ગૌત્રી પોલીસે ઝડપી પાડેલ છે.આ બનાવ અંગે ગૌત્રી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરિયાદમાં ફરિયાદી કિરણભાઈ ભલુભાઈ ગઢવી ઉમર વર્ષ ૬૩, ધંધો નિવૃત રહેવાસી એ/૫૦૨ અક્ષર ઉપવન બ્રાઈટ ડે સ્કૂલની પાછળ ભાયલી રોડ વડોદરા મૂળ રહેવાસી મીઠાપુર દેવભૂમિ દ્વારકા ની ફરિયાદ મુજબ ઈલોરાપાર્ક બાટાના શોરૂમ સામે એક રીક્ષા પાર્ક કરેલ હતી જેમાં પાછળ બેઠેલ એક છોકરીએ ફરિયાદીને મોબાઈલ થી નજીક આવવાનો ઈશારો કરતા તે નજીક આવતા છોકરીએ તેને જણાવેલ કે આજે મારે કોઈ ગ્રાહક નથી અને મારે પૈસાની ખાસ જરૂર છે તમે જેમ કહેશો તેમ હું કરીશ તેથી ફરિયાદી આકર્ષાઈ ગયા હતા અને ઈશારામાં હા કહી હતી ત્યારે છોકરીએ જણાવેલ કે લાવો હું તમારી સ્કૂટી ચલાવી લવ છુ અને તમે મારી પાછળ બેસી જાવ મેં જગ્યા જોયેલ છે ત્યાં જઈએ અને ઑટોરિક્ષા ડ્રાઈવરને કહેલ કે તમે અમારી પાછળ પાછળ ઑટોરિક્ષા લઈને આવજો એમ કહી છોકરીએ ફરિયાદીની સ્કૂટી ચલાવા લીધી હતી અને ફરિયાદી પાછળ બેસી ગયા હતા. તેમની પાછળ ઑટોરિક્ષા વાળો પણ આવી રહ્યો હતો. આ લોકો નટુભાઈ સર્કલથી ગૌત્રી રોડ ઉપરથી પસાર થતા હતા ત્યારે પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવવા સ્કૂટી ઉભી રાખેલ ફરિયાદીએ પેટ્રોલ માટે ૫૦૦ રૂપિયાની નોટ આપી હતી જે પૈકી રૂપિયા ૧૦૦ નું પેટ્રોલ પુરાવી રૂપિયા ૪૦૦ છોકરીએ તેની પાસેજ રાખી લીધા હતા અને તે પછી યશ કોમ્પ્લેક્સ ચાર રસ્તા થઇ બંસલ મોલ નીલામ્બર સર્કલ પાણીની ટાંકી પાસે ફરિયાદીની એકટીવા સાઈડમાં ઉભી રાખી છોકરી ફરિયાદી સાથે ચેનચાળા કરવા લાગેલ અચાનક બપોરના ૧૨:૩૦ વાગે પાછળથી એક સ્વીફ્ટ ડિઝાયર કાર આવી હતી જે કારમાંથી ત્રણ જણ ઉતર્યા હતા અને ફરિયાદીને જણાવેલ કે તમે આ છોકરી સાથે શુ કરો છો તેમ કહી એક જણે હું એસ.ઓ.જી PSI ચુડાસમા છુ તેમ કહી પોલીસનું નામ લઇ ફરિયાદીને તથા છોકરીને તેમની મોટરકારમાં બળજબરીથી બેસાડી દીધેલ અને અકોટા તરફ લઇ ગયા હતા.ઑટોરિક્ષા વાળો પણ મોટરકારની પાછળ આવતો હતો. ગાડીમાં બેસેલ ઈસમોએ ફરિયાદીને રસ્તામાં ધમકી આપતા હતા અને કેહતા હતા કે હું ચુડાસમા સાહેબ છુ અને તારા પર બળાત્કારનો કેસ કરીશુ તેમ કહી ફરિયાદી પાસે રૂપિયા ૧,૨૦,૦૦૦ અત્યારે જ આપે તો જવા દઈએ અને મારી બાજુમાં બેસેલ માણસે ફરિયાદીના પેટના ભાગે મુક્કાઓથી માર મારેલ તેમજ ફરિયાદીએ પહેરેલ પેન્ટના ખિસ્સા માંથી રૂપિયા ૨૦,૦૦૦ બળજબરીથી કાઢી લઇ ફરિયાદીનું ચૂંટણી કાર્ડ,આધારકાર્ડ ,HDFC બેન્કની ચોપડી તથા નોકિયા મોબાઈલ લઇ લીધેલ અને ફરિયાદીને દોઢેક કલાક સુધી ગાડીમાં ફેરવેલ તે વખતે છોકરીએ ફરિયાદીને જણાવેલ કે પૈસા મને આપી દો નહિ તો તમારી ઉપર કેસ થશે. જેથી ફરિયાદીએ તેમના છોકરાને ફોન કરવા ફોન માંગતા એક જણાએ ફરિયાદીનો ફોન આપ્યો હતો જેના પરથી ફરિયાદેએ પોતાના દીકરા રોહન ને ફોન કરી જુના પાદરા રોડ હેવમોર સર્કલ પાસે ATM કાર્ડ લઇ બોલાવેલ જ્યાં ફરિયાદીને તમામ ડોક્યુમેન્ટ અને મોબાઈલ પાછા આપી દીધેલ તેમજ કાઢી લીધેલ રૂપિયા ૨૦,૦૦૦ પાછા આપ્યા ન હતા અને બીજા રૂપિયા ૧,૦૦ ૦૦૦ આપીશ તો જ છુટકારો થશે એમ જણાવી બળાત્કારના ગુનામાં ફિટ કરાવી દેવાની ધમકી આપતા ફરિયાદી ભયભીત થઇ ગયા હતા. આ દરમિયાન ફરિયાદીનો છોકરો બપોરના અઢી વાગે હેવમોર સર્કલ આવેલ તે વખતે ફોર વ્હીલ ગાડીવાળાને ફરિયાદીએ કહેલ કે તેમનો છોકરો આવી ગયેલ છે અને ફરિયાદીએ છોકરાને દૂર થી બતાવ્યો હતો ત્યારે મોટરકારમાં આવેલ આરોપીઓએ ફરિયાદીને હેવમોર સર્કલ ઉતારી ત્યાંથી ગાડી ચાલુ કરી ભાગી ગયેલ અને છોકરીને પણ સાથે લઇ ગયેલ તેઓ અકોટા તરફ જઈ રહ્યા હતા ત્યારે ફરિયાદીએ મોટરકારનો નંબર જોતા GJ ૦૬ LB ૭૫૬૭ જણાયો હતો. પેલો રીક્ષા વાળો પણ તેમની પાછળ અકોટા તરફ જતો રહ્યો હતો.આ અંગેની ફરિયાદ નોંધાવતા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પીસીબી શાખાના આર.સી.કાનમિયા તથા સ્ટાફના માણસોએ તથા ગૌત્રી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI વી.આર.ખેર તથા સ્ટાફના માણસોએ ફરિયાદમાં લખાવેલ મુજબની મોટરકાર ની તપાસ કરી સી.સી.ટી.વી કેમેરા ચેક કરી આરોપીઓને શોધી કાઢી અટક કરવામાં આવેલ છે.જેમાં (૧).અમુલ રમેશભાઈ શિરકે,રહેવાસી ફતેપુરા નવભારત વિદ્યાલય પાસે વડોદરા (૨).એરિક વિરાફખાન સાહેબ (પારસી),રહેવાસી બીજા માળ ખાનસાહેબ એપાર્ટમેન્ટ દુધેશ્વર સોસાયટી પાસે આજવા વડોદરા (૩).વિજય રાજુભાઈ ઠાકોર, રહેવાસી મકાન નંબર:૪૦૨ મહાદેવ ચોક કિશનવાડી વડોદરા (૪).સલીમ સિદ્દીકભાઈ શેખ, રહેવાસી એકતાનગર ઝુપડપટ્ટી આજવા રોડ વડોદરા (૫).વૃત્તિબેન સંજય રાજપૂત, રહેવાસી અપ્સરા ટોકીઝની સામે પ્રતાપ નગર રોડ વડોદરા.આરોપીઓ પૈકી અમુલ ,એરિક,અને વિજય ના સુદર્શન ન્યુઝ ચેનલના તંત્રી અને કર્મચારી હોવાનું તપાસ દરમિયાન જણાય આવેલ છે.વધુ તપાસ પોલીસ કરી રહી છે.