Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ તાલુકા પંચાયત ખાતે કારોબારી સમિતિ તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

Share

કરજણ તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં કરજણ તાલુકા પંચાયત કારોબારી તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેનોની વરણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં કારોબારી સમિતિના ચેરમેન તરીકે રાજેન્દ્ર મથુરભાઈ પાટણવાડીયા તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે નંદુબેન પરમારની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

સમગ્ર પ્રક્રિયા દરમ્યાન તાલુકા પંચાયતના ભાજપના સદસ્યો તેમજ તાલુકા ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વરણીની પ્રક્રિયા બાદ નવનિયુક્ત કારોબારી સમિતિના ચેરમેન તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેનને અભિનંદન પાઠવ્યા હતા અને નવનિયુક્ત ચેરમેનોએ કરજણ તાલુકાની વિકાસ ગાથાને આગળ ધપાવવા ખાત્રી આપી હતી. તાલુકા પંચાયત ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

યાકુબ પટેલ : કરજણ

Advertisement

Share

Related posts

સુરતનાં સાયન્સ સેન્ટર ખાતે 160 સ્ક્વેર ફૂટ લાંબી ફૂડ રાખડી તૈયાર કરાઈ, 56 ભોગ વાનગી સાથે વિવિધ સરકારી યોજનાની માહિતી અપાઈ

ProudOfGujarat

વડોદરા : ટ્રકમાં પશુદાનની આડમાં લઇ જવાતા દારૂના જથ્થા સાથે ચાલક સહિત બે ની ધરપકડ

ProudOfGujarat

ONGC અંકલેશ્વર ખાતે 76 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!