કરજણ તાલુકાના લાકોદરા આવેલી સ્કૂલ ક્રાફ્ટ પેપર મીલ પ્રાઇવેટ લિમિટેડમાં શુક્રવારે મોડી સાંજે ભારે અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગત મોડી સાંજે લાગેલી આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.
આગની જાણ ફાયર વિભાગને કરાતા ૧૦ થી ૧૨ જેટલા ફાયર ફાઈટરો સાથે ફાયર વિભાગના કર્મીઓએ ઘટનાસ્થળે પહોંચી જઇ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. લાગેલી ભીષણ આગમાં લાખો રૂપિયાના નુકસાનની આશંકા સેવાઈ રહી છે. ઇસ્કોન ક્રાફટ પેપર મીલ માલિકના જણાવ્યા અનુસાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન થઈ રહ્યું છે. શનિવારે સવારે વન ઇન્ડિયા ટીમ પેપરમીલ પહોંચી ત્યારે પણ હજુ ફાયર વિભાગના કર્મીઓ આગ પર પાણીનો મારો ચલાવી રહેલા નજરે પડ્યા હતા અને ધુમાડાના ગોટા પણ નજરે પડ્યા હતા. લગભગ ત્રણથી ચાર ફાયર ફાયટરો ઘટનાસ્થળે નજરે પડ્યા હતા.
યાકુબ પટેલ : કરજણ
કરજણ તાલુકાના લાકોદરા – ઓસલામ માર્ગ પર આવેલી ઇસ્કોન ક્રાફ્ટ પેપર મિલમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા ભારે અફરાતફરી…
Advertisement