Proud of Gujarat
FeaturedGujaratINDIA

વર્લ્ડ ભરૂચી વ્હોરા ફેડરેશન દ્વારા વલણ હોસ્પિટલને ઓક્સિજન કોન્સટ્રેટર મશીન તેમજ બાયપેપ મશીન અર્પણ કરવામાં આવ્યા હતા.

Share

WBVF, અલ ખૈર ટ્રસ્ટ તેમજ V.V.U.K. ટ્રસ્ટ દ્વારા વલણ હોસ્પિટલ ને ચાર ઓકસીજન કોન્સટ્રેટર મશીન તેમજ ત્રણ બાયપેપ મશીન અર્પણ કરવામાં આવ્યા હતા. હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં કાર્યરત કોવિડ કેર સેન્ટરોમાં સારવાર લઇ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓને નિ:સ્વાર્થ તેમજ નિ:શુલ્ક સારવાર પ્રદાન થઈ રહી છે. ત્યારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવાભાવી કોવિડ કેર સેન્ટરોમાં કોરોનાલક્ષી સાધનો અર્પણ કરી એક સરાહનીય કાર્ય થઇ રહ્યું છે.

સમાજલક્ષી સેવાઓમાં સદાયે અગ્રેસર તેમજ અવિરત કાર્યરત વર્લ્ડ ભરૂચી વ્હોરા ફાઉન્ડેશને વલણ હોસ્પિટલમાં કાર્યરત કોવિડ કેર સેન્ટરમાં કોરોના લક્ષી સાધનો અર્પણ કરી એક સરાહનીય કાર્ય કર્યું હતું. આ પ્રસંગે WBVF ના ઇન્ડિયા ચેપ્ટરના અધ્યક્ષ આદમભાઇ આબાદ નગરવાળા, ભરૂચ વ્હોરા પટેલ સમાજના અધ્યક્ષ ઇકબાલ ભાઈ પાદરવાળા, યુનુષભાઈ અમદાવાદી, નાસીર પટેલ તેમજ હનીફભાઇ મેટ્રિક ઉપસ્થિત રહ્યા હતા. વલણ હોસ્પિટલના અધ્યક્ષ અબ્દુલભાઈ મટક દ્વારા વલણ હોસ્પિટલને કોરોનાલક્ષી સાધનો અર્પણ કરનાર અલ ખૈર ટ્રસ્ટ, V.V.U. K. તેમજ WBVF નો આભાર વ્યક્ત કર્યો હતો.

યાકુબ પટેલ : કરજણ

Advertisement

Share

Related posts

રાજકોટમાં શાળા સંચાલક મંડળની ધો 9-12 ના વર્ગો શરૂ કરવાની રાજ્ય સરકારને રજૂઆત.

ProudOfGujarat

વડોદરા ખાતે નેશનલ મેડિકલ કાઉન્સિલ અમલી બનાવવા 2500 જેટલા તબીબોની હડતાળ

ProudOfGujarat

સિદ્ધુ મુસેવાલા હિપ હોપ સંગીતના વાસ્તવિક કિંગપિન છે : ગાયક લેકા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!