દિનેશભાઇ અડવાણી
વડોદરા શહેર અને જિલ્લામાં દારૂ અને અન્ય નશીલા દ્રવ્યના સેવનનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતા જતા વડોદરા શહેર તથા સંયુક્ત પોલીસ કમિશ્નર તેમજ નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૪ દ્વારા પ્રોહીબીશનની અસામાજિક પ્રવૃત્તિ નાબૂદ કરવા આપેલ સૂચનાના આધારે અસરકારક કામગીરી કરવામાં આવી હતી.જેમાં બાપોદ પોલીસ સ્ટેશન ||| ગુ.ર.નં ૫૩૯/૨૦૧૯ પ્રોહિબિશન એક્ટ મુજબના ગુનામાં કિશનવાડી ગુ.હા બોર્ડના બિનરહેણાંક મકાનના વિસ્તારમાંથી આરોપી રાહુલ રમેશભાઈ રાજપૂત મકાન નંબર-૧૬૯ સ્લમ ક્વાટર્સ નાલંદા પાણીની ટાંકી સામે ઉમા ચાર રસ્તા પાસે વાઘોડિયા રોડ વડોદરા ને ઇંગલિશ દારૂની સીલ બંધ બોટલ નંગ-૭૫ કિંમત રૂપિયા ૩૭૫૦૦ ના મુદ્દા માલ સાથે પકડી પાડેલ છે.આ દારૂ ભૈલું ઉર્ફે ઢેફો રહે રામદેવ નગર-૧ આજવા રોડ વડોદરા શહેર દ્વારા સપ્લાય કરેલ હોવાનું જણાયું છે.
જયારે બીજા ગુનામાં બાપોદ પોલીસ સ્ટેશન ||| ગુ.ર.નં ૫૪૦/૨૦૧૯ પ્રોહિબિશન એક્ટ મુજબના ગુનામાં નેશનલ હાઈવે નંબર-૮ ઉપર એલ એન્ડ નોલેજ સિટી સામેથી અમદાવાદ તરફ જવાના નેશનલ હાઈવે રોડ ઉપરથી પસાર થતા અશોક લેલેન્ડ ટેમ્પો નંબર:GJ ૧૬ Z ૧૮૩૮ મા ઇંગલિશ દારૂનું વહન કરનારા આરોપીઓ ધર્મેન્દ્રસિંહ ભગવતસિંહ રાજ,રહેવાસી જુના તવરા તા.જી ભરૂચ તેમજ હેમેશ અશોકભાઈ મોદી રહેવાસી મારૂતિવિહાર રો હાઉસ સ્વામિનારાયણ મંદિર પાસે ઝાડેશ્વર રોડ ભરૂચ ને ઇંગલિશ દારૂ ૧૮૦ મી.લી ના કુલ પાઉચ નંગ-૨૪૧૪, ટેમ્પા અને દારૂ સહીત પકડી પાડેલ છે તેમજ મોબાઈલ ફોન મળી કુલ ૬૪૬૪૦૦ નો મુદ્દા માલ જપ્ત કરેલ છે.આ દારૂનો જથ્થો આરોપી ભાર્ગવ બારોટ રહેવાસી રંગસૃષ્ટિ સોસાયટી ઝાડેશ્વર ચોકડી ભરૂચ પાયલોટિંગ કરીને લાવેલ હોવાનું જણાયું છે.