Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ તાલુકાના કોલીયાદ ખાતે દરગાહ શરીફનો વાર્ષિક ઉર્સ બંધ રખાશે.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કોલીયાદ ગામે આવેલ સુપ્રસિદ્ધ સુફી સંત હઝરત કાસમશા દાદાની દરગાહનો વાર્ષિક ઉર્સ તથા સંદલ બંધ રાખવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે દરગાહ શરીફે સંદલ તેમજ ઉર્સનો કાર્યક્રમ યોજાય છે.ચાલુ સાલે કોરોના મહામારી ચાલી રહી છે. દેશભરમાં કોરોના સંક્રમણ મોટા પ્રમાણમાં વધી રહ્યુ છે, ત્યારે દરગાહ વહિવટી તંત્ર દ્વારા ચાલુ સાલે તા.૨૬ મે અને ૨૭ મે ના રોજ યોજાનાર સંદલ શરીફ તેમજ ઉર્સની ઉજવણી બંધ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હઝરત કાસમશા દાદાની દરગાહે શ્રધ્ધાળુઓ આવે છે અને હઝરતની મુબારક દુઆઓનો લાભ મેળવે છે. ચાલુ સાલે કોરોના મહામારી અંતર્ગત ઉર્સની ઉજવણી બંધ રાખવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યુ છે,અને ઉર્સના દિવસે પોતાના ઘરે ફાતેહા ખ્વાની કરીને દુઆઓ માંગવા અનુરોધ કરવામાં આવે છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

નડિયાદ : ઠાસરાના શ્રીજીપુરામાં જમીન બાબતના ઝઘડાની રીસ રાખી માર મારતાં ફરીયાદ નોધાઇ

ProudOfGujarat

સુરત જીલ્લાનો પ્રથમ “કોવીડ -19″પોઝિટિવ દર્દી સાજો થતાં રજા આપવામાં આવી.

ProudOfGujarat

કેરળનું નામ બદલાશે, વિધાનસભામાંથી પાસ થયો પ્રસ્તાવ, આ હશે નવું નામ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!