Proud of Gujarat
FeaturedGujaratINDIA

સૌરાષ્ટ્ર મેલ એકસપ્રેસમાંથી રૂ. 4 કરોડથી વધુની મત્તા ચોરી કરનારને પકડી પાડતી વડોદરા રેલ્વે લોકલ ક્રાઇમ બ્રાંચ પોલીસ.

Share

નડિયાડ રેલ્વે પોલીસ સ્ટેશનનાં આંગડિયા ચોરીનો ભેદ ઉકેલી રૂ.4 કરોડ 65 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓને ટૂંક સમયમાં પકડી પાડયા છે.

આ બનાવની મળતી વિગતો અનુસાર નડિયાદ રેલ્વે પોલીસ સ્ટેશન પર ઇ.પી.કો કલમ 370 મુજબનો ગુનો સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસનાં રીઝર્વેશન કોચમાં મુંબઈથી મુસાફરી કરી અમદાવાદ જતાં હોય તે સમયે ભરૂચ સ્ટેશન બાદ મુસાફરી કરનાર નિંદ્રામાં હોય તે સમયગાળામાં કોઈ અજાણ્યા ઇસમે સોનાના કિંમતી દાગીના, સોનાના બિસ્કિટ, ડાયમંડ વગેરે રૂ. 4 કરોડ 65 લાખની મત્તા સાથે આંગડિયાનો થેલો ચોરી થયાની ફરિયાદ પોલીસ મહાનિરીક્ષક રેલ્વે એ.જી.ચૌહાણ, અમદાવાદ પોલીસ અધિક્ષક પરિક્ષિતા રાઠોડ સમક્ષ ફરિયાદ આવતા તેઓ દ્વારા અલગ-અલગ પોલીસ ટુકડીઓ બનાવી આ ચોરીનો ગુનો તાત્કાલિક ડિટેકટ કરવા માટેનું જરૂરી માર્ગદર્શન આપતા બી.આઇ ઉત્સવ બારોટ, આર.એમ.પટેલની અલગ-અલગ ટીમ પેટ્રોલીંગમાં હોય જેમાં આંગડિયા પેઢીના કર્મચારીઓને ઇન્ટ્રોગેટ કરવામાં આવ્યા હોય, જેમાં મુંબઈ સેન્ટ્રલથી નીકળતી અમદાવાદ જતી તમામ ટ્રેનની ચકાસણી કરવામાં આવેલ હોય જેમાં બનાવ બનેલ સૌરાષ્ટ્ર મેલ એકસપ્રેસમાં આવતા મુસાફરો, સ્ટાફની ચકાસણી કરવામાં આવી હોય જે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સથી જાણવા મળ્યું કે ચોરી કરનાર શખ્સો વેસ્ટ બંગાલનાં કેનિંગ સાઉથ 24-પરગણાસ ખાતે તમામ મુદામાલ સાથે નાસી છૂટયા હોય જે આધારે એલ.સી.બી પોલીસે ટીમ બનાવી તાત્કાલિક પશ્ચિમ બંગાળમાં મોકલવામાં આવ્યા ત્યારબાદ શંકાસ્પદ શખ્સોનાં ઘરની રેકી કરવામાં આવતા પોલીસે છુપા વેશમાં તેની શોધખોળ આદરી હોય જે દરમિયાન ચોરી કરેલ શખ્સો રાત્રિનાં સમયે પોતાના ઘરે જણાતા સ્થાનિક પોલીસને સાથે રાખીને બંગાળથી આરોપીને રોકડ રકમ રૂ.4,65,77,786 ની મત્તા સાથે પકડી પાડવામાં આવ્યો છે. આરોપીની પાસેથી વણ ઉકેલ ચોરીનો ભેદ પોલીસે પોલીસે ઉકેલ્યો છે અને બંને આરોપીને પોલીસે વચગાળાનાં જામીન પર મુકત કરેલ હોય, આંગડિયા પેઢીના સોનીનાં બિસ્કિટ, સોનાના દાગીના, ડાયમંડ, રોકડ સહિતનો ચોરીનો ભેદ ટૂંક સમયમાં પશ્ચિમ રેલ્વે એલ.સી.બી એ ટૂંક સમયમાં ઉકેલ્યો છે.

Advertisement

Share

Related posts

વડોદરાના પાદરા હાઈવે પાસે BMW ગાડીમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો.

ProudOfGujarat

નેત્રંગ : ચાસવડ ડેરીના ઇતિહાસમાં સૌ પ્રથમવાર તમામ સભાસદોને પ્રોત્સાહનરૂપે ગિફ્ટનું વિતરણ કરાયું.

ProudOfGujarat

દહેજથી સેલવાસ પી.ટી.એ પાવડરનો જથ્થો લઈને જતાં ડ્રાઇવરની હત્યા અને લૂંટ કરનારા બે આરોપીઓ ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!