વડોદરા જિલ્લાના કરજણ કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સામે એફ.આઈ.આર માટે માંગ સાથે કરજણ પોલીસ મથકમાં અરજી આપવામાં આવી હતી. 5000 જેટલા રેમડીસીવીલ ઇન્જેકના મામલાને લઈ કરજણ પોલીસને ફરિયાદ માટે અરજી આપી હતી. એક તરફ કોરોનાના વધતા કેસોમાં લોકોને ઈન્જેકશન માટે ફાફા પડી રહ્યા છે. ત્યારે ભાજપા પ્રમુખ 5000 ઈન્જેકશન ક્યાંથી લાવ્યા તેવા આક્ષેપ સાથે કરજણ કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટિલ સામે એફ.આઈ.આર ની માંગ સાથે કરજણ પોલીસને અરજી આપી હતી.
યાકુબ પટેલ : કરજણ
Advertisement