Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા જિલ્લાનાં શિનોર તાલુકાનાં દીવેર ગામે આવેલી પ્રાથમિક શાળાનાં કંપાઉન્ડમાં એક યુવકની લાશ લટકતી હાલતમાં જોવા મળતા ચકચાર મચી જવા પામી હતી.

Share

શિનોર તાલુકાનાં દીવેર ગામે આવેલી પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં એક યુવકની લાશ લટકતી હાલતમાં જોવા મળતા ચકચાર મચી જવા પામી હતી.

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાનાં દીવેર ગામે રહેતા વસાવા કેતનભાઈ ભગવાનદાસ સાંજે જમીને ઘરેથી નીકળી ગયા હતા, રાત્રે ધરે પરત ન ફરતા તેઓના પરિવારજનોને વહેલી સવારે જાણ થઈ હતી કે કેતન દીવેર પ્રાથમિક શાળાના કંપાઉન્ડમાં ઝાડ ઉપર ઓઢણી સાથે બાંધી લટકતી હાલતમાં જોવા મળ્યો હતો.

Advertisement

આ ઘટનાની જાણ સાધલી આઉટ પોસ્ટના જમાદારને કરતા ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહ ઝાડ પરથી ઉતારીને મોટા ફોફળીયા હોસ્પિટલ પી.એમ માટે લઈ જવામાં આવેલ છે. હાલ તો યુવાનના મોત પાછળ રહસ્યના તાણાવાણા ગુંથાઈ જવા પામ્યા છે. પી.એમ રિપોર્ટ બાદ જ ખરું કારણ જાણવા મળશે કે યુવાને આત્મહત્યા કરી છે કે યુવાનની હત્યા થઈ છે. હાલ તો યુવાનના અકાળે મોતના પગલે સમગ્ર પંથકમાં ભારે ગમગીની છવાઇ જવા પામી છે વધુ તપાસ શિનોર પોલીસ હાથ ધરેલ છે.

યાકુબ પટેલ : કરજણ


Share

Related posts

રાજપીપળા : સ્વામિનારાયણ ગુરુકુલ સ્કુલના વિદ્યાર્થીઓએ ગરીબ બાળકોને દિવાળી નિમિત્તે વિવિધ વસ્તુઓનું વિતરણ કર્યું.

ProudOfGujarat

ભરૂચ : આજે લાભ પાંચમનાં દિવસે વેપારીઓએ વિધિવત નવા વર્ષમાં ધંધાની શરૂઆત કરી.

ProudOfGujarat

સેવાલીયા ખાતે ગેરકાયદેસર નશીલા પદાર્થનું વેચાણ કરતા એક ઇસમને ઝડપી પાડતી એલ.સી.બી. નડીયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!