Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : સંયુકત કિસાન મોરચાનાં નેતા રાકેશ ટીકૈટ તેમજ શંકરસિંહ વાઘેલાનું કરજણ કોંગ્રેસ દ્વારા સ્વાગત માટેનો કાર્યક્રમ બંને નેતાઓનો રસાલો કોઈ કારણોસર ઓવરબ્રિજ પરથી પસાર થઈ જતા કાર્યક્રમ રદ થયો હતો.

Share

છેલ્લા બે દિવસથી ગુજરાતના પ્રવાસે આવેલા સંયુક્ત કિસાન મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાકેશ ટીકૈટ તેમજ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું કરજણ ખાતે ખેડૂત સંગઠન તેમજ કરજણ તાલુકા કોંગ્રેસ દ્વારા સ્વાગત કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં કોઈ માત્ર જૂજ સંખ્યા જોવા મળી હતી. માત્ર કૉંગ્રેસ હોદેદ્દારો અને જૂજ સંખ્યામાં ખેડૂત આગેવાનો જોવા મળ્યા હતા.

જ્યારે રાકેશ ટીકૈટ અને શંકરસિંહ વાઘેલાની ગાડીનો રસાલો કરજણ ઓવર બ્રિજ ઉપરથી પસાર થઈ ગયો ત્યારે બ્રિજ નીચે પ્રતિક્ષા કરી રહેલા કોંગી કાર્યકરો તેમજ ખેડૂત આગેવાનોમાં નિરાશા જોવા મળી હતી. કોંગ્રેસના કાર્યકરો હાથમાં ફુલહાર લઈ ઉભા રહ્યા હતા પરંતુ કોઈ કારણોસર સમગ્ર રસાલો કરજણ ઓવર બ્રિજ ઉપરથી પસાર થઇ જતા સમગ્ર કાર્યક્રમ ફ્લોપ સાબિત થયો હતો. કરજણ પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

યાકુબ પટેલ : કરજણ

Advertisement

Share

Related posts

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે મહિલા દિન નિમિત્તે સ્કીલ હબનું કરાયું લોકાર્પણ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની નગરપાલિકાના અને પંચાયતોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની મુદત પૂરી થવાની તૈયારી…હવે દરેક સ્થાને વહીવટદાર નિમાશેે…???

ProudOfGujarat

પોરબંદર સહિત રાજ્યના સાગરકાંઠે નેવી શીપ સરદાર પટેલ અને વાલસુરા દ્વારા બાજ નજર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!