Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરા જિલ્લાનાં શિનોર તાલુકાનાં સાધલીથી ટીંબરવા જવાના રાજ્ય ધોરીમાર્ગ પર કારમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી.

Share

શિનોર તાલુકાનાં સાધલીથી ટીંબરવા જવાના રાજ્ય ધોરીમાર્ગ પર કારમાં આગ લાગતા દોડધામ સાથે અફરાતફરી મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગતરાત્રીના શિનોર તાલુકાના સાધલી ગામે મિત્રને મળવા આવેલા વડોદરાના જેકી રાજ પરમાર કાર લઇ મિત્રને મળવા આવ્યા હતા.

મિત્ર સાથે મુલાકાત કરી પરત ફરતી વેળાએ સાધલીથી ટીંબરવા જવાના રાજ્ય ધોરીમાર્ગ પર અચાનક ગાડીમાં ધુમાડા નીકળતા ગાડીમાં આગ લાગતા ચાલક તથા તેના બે મિત્રો ગાડીમાંથી બહાર નીકળી જતા તમામનો આબાદ બચાવ થવા પામ્યો હતો. પરંતુ જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી. શિનોર પોલીસે ઘટના સ્થળ પર આવી આગળની તપાસ હાથ ધરી હતી.

યાકુબ પટેલ : કરજણ

Advertisement

Share

Related posts

કેવડિયામાં આગામી દિવસોમાંપર્યાવરણના મહત્વને ધ્યાનમાં રાખીને માત્ર બેટરીથી ચાલતાવાહનોને પ્રાથમિકતા અપાશેઃ PM મોદી

ProudOfGujarat

હાંસોટ : કોરોના વાઈરસને પગલે લોક ડાઉન થતાં પોલીસે લાલ આંખ કરતાં ફોર વ્હીલર સહિત ૩૨ જેટલા વાહનો ડીટેઈન કરતાં વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

ProudOfGujarat

કોંગ્રેસ હાઇકમાન્ડ આઉટ : કેપ્ટન અમરિન્દર સિંહે પંજાબના મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!