Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરાથી વડોદરા લવાતો 25 લાખની કિંમતનો દારૂ ઝડપાયો

Share

આગામી 31 ડિસેમ્બર નવા વર્ષની ઉજવણી પહેલા રાજ્યમાં દારૂની રેલમછેલ કરવા શરાબ માફિયા સક્રિય બન્યા છે. ત્યારે વડોદરા જિલ્લા LCB પોલીસે બાતમીના આધારે ગોધરાથી વડોદરા તરફ 25 લાખ ઉપરાંત કિંમતનો દારૂનો જથ્થો ભરીને આવી રહેલી ટ્રક ઝડપી પાડી હતી. જેમાંથી કુલ 35 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રકચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લા LCB પોલીસેની ટીમ જરોદ પોલીસ મથક હદ વિસ્તારમાં પટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પો.સબ. ઇન્સ. આર.બી.વનારને બાતમી મળી હતી કે, એક બંધ બોડીના ટેમ્પામાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ગોધરાથી વડોદરા તરફ લઇ જવામાં આવી રહ્યો છે. જેથી LCB ટીમ જરોદ રેફરલ ચોકડી ઉપર ગોધરાથી વડોદરા તરફ આવતા ટ્રેક ઉપર વોચમાં ગોઠવાઈ ગઈ હતી.

Advertisement

આ દરમિયાન બાતમી આધારીત ટેમ્પો આવતા પોલીસે તેને કોર્ડન કર્યો હતો. ટેમ્પોચાલકને સાથે રાખી ટેમ્પામાં પાછળ તપાસ કરતા અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારુની રૂપિયા 25, 16, 400ની કિંમતની કુલ 12, 876 નંગ દારૂની બોટલો મળ્યો હતો. પોલીસે રાજસ્થાનના મીરપુરમાં રહેતા ટેમ્પા ચાલક પ્રકાશમલ કીશનલાલ પુનીયાની ધરપકડ કરી હતી. વિદેશી દારૂનો જથ્થો, ટેમ્પો અને એક મોબાઇલ સહીત કુલ રૂપિયા 35,21,400ની કિંમતનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ પછી દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર વિરુદ્ધ જરોદ પોલીસ મથક ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ઘોઘંબા તાલુકાના વાંગરવા ગામમાં ગાંજાનું વાવેતર ઝડપાયું 1.82 લાખના ગાંજા સાથે એકની ધરપકડ

ProudOfGujarat

આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા સેવા સદન, વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન, તાલુકા પંચાયત અને નગરપાલીકા ખાતે મેડીકલ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ડેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવા હિન્દૂ સંસ્કૃતીનાં કટ્ટર વિરોધી:ભરૂચ સાંસદ મનસુખ વસાવા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!