Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

વાઘોડિયા: માનવ હાડકાઓ પરથી દાખલ થયેલ આકસ્મિક મોતનો ભેદ ઉકેલતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા વડોદરા ગ્રામ્ય પોલીસ….

Share

દિનેશભાઇ અડવાણી

બનાવની વિગત જોતાં તારીખ ૧૧/૬/૨૦૧૯ ના રોજ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં મનીષાબેન ભરતભાઈ વિઠ્ઠલભાઈ વસાવા રહે,જેસીંગપુરા તાલુકો.વાઘોડિયા જીલ્લો.વડોદરા તેમના દ્વારા એક જાહેરાત આપવામાં આવી હતી કે તારીખ ૮/૬/૨૦૧૯ ના રોજ તેમની માતા મધુબેન દશરથભાઈ મણીલાલ વસાવા હાલ રહે વી.એન.એસ હોસ્ટેલ દતપુરા ગામની સીમમાં તાલુકો.વાઘોડિયા જીલ્લો.વડોદરા જેઓ રાત્રીના ગુમ થયેલ છે.જે આધારે સ્થાનિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને તારીખ ૧૫/૬/૨૦૧૯ ના રોજ સાંજના દતપુરા ગામની સીમમાં આવેલ વ્રજનિધિ રેસીડેન્સી સોસાયટીની દીવાલને અડીને આવેલ ખુલ્લી પડતર જગ્યા માંથી સ્ત્રીએ પહેરેલ કપડા,ચપ્પલ બુટી,પગના છડા તથા આજુબાજુમાં છૂટાછવાયા નાના-મોટા હાડકાં તથા વાળનો મોટો જથ્થો મળી આવ્યો હતો.જેથી મળી આવેલ હાડકાઓ બાબતે ડોક્ટર પાસે તપાસ કરાવતા આ હાડકા માનવ હાડકા હોવાનું જણાવ્યું હતું અને મળી આવેલ કપડા,હાડકા તેમજ વાળ ઉપરથી આ લાશ મધુબેનની હોવાનું અનુમાન કરવામાં આવ્યું હતું.તેમજ હાડકા ઉપર જોતા કોઈ જાનવરના દાંતના નિશાન હોવાનું જણાય આવતા પ્રાથમિક રીતે કોઈ જાનવર દ્વારા ગુમ થનાર મધુબેનને ફાડી ખાધેલ હોવાનું જણાઈ આવતા વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં પ્રાથમિક અકસ્માત મોત અંગેનો બનાવ તારીખ ૧૬/૬/૨૦૧૯ ના રોજ દાખલ કરવામાં આવ્યો હતો.

Advertisement

આ બનાવના પગલે વડોદરા જિલ્લા પોલીસ વડા અભયસિંહ ચુડાસમા દ્વારા સ્ત્રીની અકસ્માત મોત બાબતે તમામ પાસાઓની તપાસ કરી મૂળ સુધી પહોંચવા માટે જરૂરી સુચના આપવામાં આવી હતી જે આધારે તરુણ દુગ્ગલ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્યના માર્ગદર્શન અને સૂચના આધારે એચ.પી.પરમાર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તથા આર.જી.દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી તથા બી.એચ.રાઠોડ સી.ની.પો.સ.ઇ વાઘોડિયા તથા એ.કે.રાઉલજી સેકન્ડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાઘોડિયા તથા એલસીબી તથા સ્થાનિક પોલીસ માણસો દ્વારા આકસ્મિક મોત બાબતે અલગ-અલગ ટીમો બનાવી તમામ પાસાઓની તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ કામે અલગ-અલગ ટીમ દ્વારા તપાસ દરમિયાન મધુબેન દશરથભાઈ મણીલાલ વસાવા કે જેઓ વી.એન.એસ હોસ્ટેલ દતપુરા ખાતે રહેતા હતા તેઓની સાથે રહેતા અન્ય ઈસમોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.જે મુજબ દતપુરા ગામની સીમમાં આવેલ વી.એન.એસ હોસ્ટેલ સામે આવેલ વૃદ્ધા આશ્રમ ટ્રસ્ટની રૂમમાં રહેતા વસંતીબેન નટવરભાઈ કેસુરભાઈ વસાવાની યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરવામાં આવી હતી.જેમાં વસંતીબહેને જણાવ્યું હતું કે તેઓના વૃદ્ધાશ્રમમાં રહેતા ઉર્ષિતકુમાર ઇશાકભાઇ સોલંકીના મરણ જનાર મધુબેન સાથે પ્રેમસંબંધો હતા તેમજ આ ઉર્ષિતકુમારના વસંતીબેનની સાથે પણ પ્રેમસંબંધો હતા.જેની જાણ મરણ જનાર મધુબેનને થઈ હતી જેથી મધુબેનએ આ અંગે વસંતીબેન સાથે અવાર-નવાર બોલાચાલી કરીને ઝઘડો કરતા હતા.જેથી વસંતીબેને તેમના જૂના પ્રેમી જેન્તીભાઈ ચંદુભાઈ વસાવા રહેવાસી જીરાલ તાલુકો.તિલકવાડા જીલ્લો.નર્મદા ને જણાવ્યું હતું કે તેમના આશ્રમમાં રહેતો ઉર્ષિતકુમાર બળજબરીપૂર્વક મારી સાથે આડા સંબંધો બાંધવા માંગે છે તેમ કહી ઉર્ષિતકુમાર વિરુદ્ધ ખોટી રીતે આ જેન્તીભાઈને ભડકાવી જણાવ્યું હતું કે આપડે ઉર્ષિતકુમારની પ્રેમિકા મધુબેનને કોઈપણ રીતે મારી નાખીએ તો તેના ખૂનનો આરોપ તેના પ્રેમી ના માથે પડે તેવું જણાવતા આ જેન્તીભાઈ ચંદુભાઈ વસાવા તથા વસંતીબેન વસાવા દ્વારા કાવતરુ રચી મધુબેનને પટાવી-ફોસલાવી ગત તારીખ ૮/૬/૨૦૧૯ ના રોજ રાતના બાર વાગ્યાના અરસામાં વાઘોડિયા પોલીસ સ્ટેશનની દતપુરા ગામની સીમમાં અલવા તરફ જતા રોડ ઉપર આવેલ સોસાયટીની દિવાલ પાસેના એક સ્થળે બોલાવ્યા હતા અને જેન્તીભાઈ તથા વસંતીબેન બંને જણા મોટરસાયકલ ઉપર સાબુની કંપનીના પાછળના રસ્તે આવી અંધારામાં મરણ જનાર મધુબેનને તેમની પાસેના મજબૂત લોખંડના પાટા વડે ઉપરા-ઉપરી માથાના ભાગે બે ફટકાઓ મારી ખૂન કરી નાખ્યું હતું.આ બનાવ અંગે બંને આરોપી જેન્તીભાઈ ચંદુભાઈ વસાવા તથા વસંતીબેન વસાવાની ધરપકડ કરી ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


Share

Related posts

સુરતમાં ગુજરાતી યુવાને પ્રકાશ પર્વ નિમિત્તે ગુરુ નાનકની શાનદાર રંગોળી બનાવી છે.

ProudOfGujarat

ભારતમાં થોડાક મહિનામાં જ બજારમાં મળશે સર્વાઇકલ કેન્સર વિરોધી રસી.

ProudOfGujarat

વર્ષની હ્રદયસ્પર્શી તસ્વીર, હીરાબાને 100 વર્ષ પૂર્ણ, દીકરા નરેન્દ્રની ચરણવંદના.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!