Proud of Gujarat
FeaturedGujarat

વડોદરા:અજાણ્યા વાહનની અડફેટે અકસ્માતમા દીપડાનું મોત…

Share

દિનેશભાઇ અડવાણી

બનાવની વિગત જોતા વડોદરા હાલોલ હાઈવે પાસે ભણીયારા ગામના બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે અજાણ્યા વાહનની અડફેટે દીપાડાનું અકસ્માતમાં કરુણ મોત થયું હતું.બનાવની જાણ થતા ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પોહચી હતી અને દીપડાની લાશનો કબ્જો મેળવી પી.એમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.છેલ્લા કેટલાક મહીનાથી વાઘોડિયા તાલુકામાં હીંસક પ્રાણીઓએ આંતક મચાવ્યો હતો.અવારનવાર હાઇવે પર મૂંગા પ્રાણીઓ વાહનની અડફેટે આવી જતા હોય છે અને તેમનું મોત નીપજે છે. આવી અનેક ઘટનાઓ ભૂતકાળમાં બની ચુકી છે તેમ છતાં પ્રાણીઓની સુરક્ષાને લઈને કોઈ પગલાં ભરવામાં આવતા નથી.પ્રાણીઓ એ આપણા અમૂલ્ય વારસાનો હિસ્સો છે તેમની સુરક્ષા કરવી એ આપણી નૈતિક ફરજ છે.આ અંગે સરકાર યોગ્ય કામગીરી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ.

ProudOfGujarat

આજ રોજ અંકલેશ્વરના સરફૂદિન ગામે ગેરકાયદેસર મકાનોને તોડવાની કામગીરી કરાઈ

ProudOfGujarat

સુરતનાં લિંબાયતમાં બાળકને રમાડતા યુવક પહેલા માળેથી નીચે પટકાયો, સારવાર દરમિયાન મોત, બાળકનો બચાવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!