Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણના ભરથાણા ટોલ નાકા પાસેથી વડોદરા રૂરલ એલ.સી.બી પોલીસે દસ લાખ ઉપરાંતનો દારૂ ઝડપી પાડયો.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ભરથાણા ગામ પાસે આવેલા ટોલનાકા પાસેથી વડોદરા રૂરલ એલ સી બી પોલીસે દસ લાખ ઉપરાંતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતા દારૂનો ગેરકાયદેસર વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભરથાણા ગામ પાસે આવેલા ટોલનાકા ઉપરથી એક આઇસર ગાડી આર જે -૧૯ – જી એચ – ૭૧૫૨ માં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલી આઇશર ગાડી પસાર થવાની છે.

પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે આઇશર ગાડી અટકાવી ગાડીની સઘન તલાશી લેતા પેટી નંગ-૨૦૯ જેમાં કુલ બોટલ નંગ-૨,૫૦૮ કી.રૂ.૧૦,૦૩,૨૦૦/- નો તથા મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા આઇસર ગાડી કિ.રૂા.૧૦,૦૦,૦૦૦/- તથા જી.પી.એસ કિ.રૂ.૫,૦૦૦/- તથા આઇસર ગાડી સાથે ૨૦,૧૮,૨૦૦/-ના મુદ્દામાલ સાથે મનોહરલાલ માલારામ બિસ્નોઇ રહે.માલીઓકા ગોલીયા રાજસ્થાનને ઝડપી પાડી અને દારૂ મંગાવનાર જેનું નામ ઠામ ખબર નથી તે બન્ને વિરુધ્ધ કરજણ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

માહીતી અધિકાર હેઠળ માહિતી ન અપાતા જંબુસર નગર પાલિકાનાં મુખ્ય અધિકારીને રૂ. 25,000 નો દંડ કરવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા આહિર સમાજ કિકેટ ટુર્નામેન્ટ નું સમાપન

ProudOfGujarat

ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા બંધ પડેલા જાહેર શૌચાલય અને સ્નાન ગૃહ કાર્યરત કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!