Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કમોસમી વરસાદને કારણે છાણી રોડ પર નર્સરીની દિવાલ ધરાશાયી થતાં ત્રણ કાર દબાઈ

Share

વડોદરા નિઝામપુરા વિસ્તારમાં આવેલી નર્સરીની તોતિંગ દિવાલ ધરાશાયી થતાં ત્રણ કાર દબાઈ હતી. નવાયાર્ડ છાણી રોડ વિસ્તારમાં જુની રામવાડી ખાતે આવેલી રોઝીઝ નર્સરીની આશરે 300 ફૂટ જેટલી સાત ફૂટ ઊંચાઈ ધરાવતી દિવાલ જર્જરીત થતા સ્થાનિક રહીશો દ્વારા વારંવાર કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી હતી. જેને કારણે નર્સરીના સંચાલકને નોટિસ પણ આપવામાં આવી હતી દરમિયાનમાં ગઈ રાતે તોફાની વરસાદને કારણે નર્સરીની દિવાલ પાસેનું વૃક્ષ ધરાશાયી થતા દીવાલનો 50 ફૂટથી વધુ ભાગ ધડાકાભેર તૂટી પડ્યો હતો જેને કારણે લોકો દોડી આવ્યા હતા તેમજ સ્થાનિક કાઉન્સિલરને પણ બોલાવવામાં આવ્યા હતા.

દીવાલની નીચે બે સ્કૂલ વાન તેમજ એક કાર દબાઈ ગયા હતા. આવતીકાલથી સ્કૂલો શરૂ થઈ રહી છે ત્યારે બંને સ્કૂલ વાનનો કુર્દો બોલાઈ જતા સામાન્ય વર્ગના પરિવાર પર આફત આવી છે. દિવસ દરમિયાન અહીં બાળકો પણ રમતા હોય છે તેમજ સિનિયર સિટીઝાનો પણ બેસતા હોય છે. સદ નસીબે દિવસે બનાવો નહીં બનતા જાનહાની થતા રહી ગઈ હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકામાં ધોરીમાર્ગ પર દિવસેદિવસે ઘેરી બનતી જતી ટ્રાફિકજામની સમસ્યા.

ProudOfGujarat

અંકલેશ્વર:ગડખોલ પાટિયા પાસે આવેલ એકતાનગર સોસાયટીના એક મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી ફરાર…

ProudOfGujarat

અંકલેશ્વરનાં જુના દિવા ગામની સીમમાં જુગાર રમતા ૮ જુગારી ઝડપાયા, ૧૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરાયો..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!