મહીસાગર જિલ્લાના કાનેસર ગામના ધૈર્યરાજ નામનો બાળક એસ. એમ. એ. નામની ગંભીર બિમારીથી પીડાઇ રહ્યો છે. ગંભીર બિમારીથી પીડાતા બાળકની સારવાર માટે લાખો રૂપિયાનો ખર્ચ થવાનો હોવાથી બાળકની બીમારીની સારવાર માટે અનેક નામી અનામી સેવાભાવી સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો મદદરૂપ બની રહ્યા છે. બાળકને મદદરૂપ બનવાના હેતુસર કરજણ તાલુકાના ઓસલામ ગામના યુવાનો પણ મદદ માટે બહાર આવ્યા છે.
શનિવારના રોજ ઓસલામ ગામના યુવાનો ગામની ભાગોળેથી પસાર થતા માર્ગ પર પવનકુમાર પટેલ, ઉર્વિલ દીક્ષિત, રાજ હરપાલ સિંહ, કેયુર પટેલ, વેદ પટેલ તેમજ અન્ય યુવાનો ધોમધખતા તાપમાં ગામની ભાગોળેથી પસાર થતા માર્ગ ઉપર ઉભા રહી આવતા – જતા વાહનચાલકો પાસે બાળકની બીમારી માટે મદદ માટે ટહેલ કરતા વાહનચાલકોએ પણ સહભાગી બની માનવતાના ધોરણે ફૂલ નહીં તો ફુલની પાંખડી આપી બાળકને મદદરૂપ બન્યા હતા. ઓસલામ ગામના યુવાનો દ્વારા કાનેસર ગામના ધૈર્યરાજ નામના બાળકની બીમારી માટે મદદ માટે આગળ આવતા ચોમેરથી યુવાનોની પ્રશંસાઓ થઇ રહી છે.
યાકુબ પટેલ : કરજણ
વડોદરા : ધૈર્યરાજની ગંભીર બીમારીનાં ઈલાજ માટે કરજણ તાલુકાનાં ઓસલામ ગામનાં યુવાનોએ દાન એકત્ર કર્યું.
Advertisement