Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ તાલુકાના વલણ હોસ્પિટલ ખાતે નિ:શુલ્ક નેત્રરોગ નિદાન શિબિર યોજાઇ

Share

કરજણ તાલુકાના વલણ – પાલેજ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ ખાતે ટંકારીયા ગામના વતની આદમભાઇ ખુશી હાલ યુ કે તેઓના પરિવાર તેમજ વલણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક નેત્રરોગ નિદાન શિબિર યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આયોજિત નેત્રરોગ નિદાન શિબિરમાં વલણ હોસ્પિટલમાં ફરજ બજાવતા નિષ્ણાત તબીબ ડૉ. રાજેશ પટેલ, સહિત તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરાઇ હતી.

આયોજિત નેત્રરોગ નિદાન શિબિરમાં ૩૦૦ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો. ૧૦૦ જેટલા જરૂરિયાતવાળા મોતિયાના ૧૦૦ જેટલા દર્દીઓને ફેકો પદ્ધતિથી નિશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે એમ હોસ્પિટલ સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. વલણ હોસ્પિટલ ખાતે સમયાંતરે નિશુલ્ક સર્વ રોગ નિદાન શિબિર તેમજ નેત્રરોગ નિદાન શિબિરના કાર્યક્રમો આયોજિત થતા હોય છે. જેનો બહોળા પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ લેતા હોય છે. પાલેજ – વલણ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ પાલેજ, વલણ સહિત આસપાસના ગામોના ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે…

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં આજે કોરોના સંક્રમણના નવા ૨૭ કેસો નોંધાતા કુલ કેસનો આંક ૫૪૫ થયો.

ProudOfGujarat

વડોદરામાં પત્નીએ પતિનું ગળું દબાવી, વીજકરંટ આપી હત્યા કરી.

ProudOfGujarat

વડોદરા : વાઘોડિયાના હાલોલ માર્ગ પર કારનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!