Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ક્યુબ કન્સ્ટ્રક્શનની સિસ્ટર કંપની અતાપી ફન વર્લ્ડ બંધ કરાવ્યું

Share

વડોદરા શહેરના આજના સરોવર પાસે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વૃંદાવન ગાર્ડનની માલિકીની જમીન ખાનગી કંપનીને ફન વર્લ્ડ બનાવવા આપી હતી પરંતુ તેના સંચાલકો દ્વારા યોગ્ય જાળવણી નહીં કરતા અને છેલ્લા કેટલાક સમયથી કોર્પોરેશન સાથે વસૂલાત તેમજ જમીનનો વિવાદ ચાલતો રહ્યો હતો તે બાદ ગઈકાલે મોડી રાત્રે કોર્પોરેશન દ્વારા નોટિસ આપી તાત્કાલિક અસરથી તમામ રાઈડ્સ બંધ કરી જરૂરી લાયસન્સ રજૂ કરવા જણાવ્યું છે જેથી એક પ્રકારે હાલના તબક્કે કોર્પોરેશનને સીલ માર્યું હોવાનું પ્રતિપાદિત થાય છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એ જમીન ગુજરાત ટુરિઝમને આપી હતી અને તેમાં ગુજરાત ટુરીઝમે મૂડી રોકાણ કરી તેનું સંચાલન કરવાની જવાબદારી ક્યુબ કન્સ્ટ્રક્શન ની સિસ્ટર કન્સલ્ટ કંપની અતાપી ને સોંપી હતી જે અંગે ત્રણેય વચ્ચે કરાર થયા હતા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી વસુલાત અને અન્ય નિયમોનો ભંગ કરવા બદલ અતાપી કંપનીને અવારનવાર નોટિસો પાઠવવામાં આવી હતી જે બાદ ગઈકાલે આખરી નોટિસ ફટકારીયા બાદ સુરત જ તમામ રાઈડ્સ બંધ કરી દેવા અને તેને લગતા જરૂરી લાયસન્સ રજૂ કરવા જણાવ્યું છે જ્યાં સુધી લાઇસન્સ રજૂ કરી શકશે નહીં ત્યાં સુધી અતાપી બંધ રહેશે તેમ કોર્પોરેશનના સૂત્રોમાંથી જાણવા મળે છે.

Advertisement

અત્રે યાદ આપવું જરૂરી છે કે ક્યુબ કન્સ્ટ્રક્શનના સંચાલક સંજય શાહ હાલ કચ્છ વિસ્તારમાં સરકારી જમીન અંગેના કૌભાંડમાં જેલમાં હવા ખાઈ રહ્યા છે ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં અતાપીને સોંપેલો સફારી પાર્ક લીધા બાદ આજે હતાપી ફનવલ્ડ બંધ કરાવી દેતા રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે.


Share

Related posts

પાલેજ નગર સહિત પંથકમાં મુસ્લિમ સમાજ દ્વારા પવિત્ર આશુરા પર્વની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર સ્થિત લાયન્સ સ્કૂલે 4400 ઉપરાંત વિદ્યાર્થીઓની 1 કરોડ 20 લાખ જેટલી ફી માફ કરી.

ProudOfGujarat

ભરૂચ જય ભારત રીક્ષા એસોસિએશન દ્વારા ગોલ્ડન બ્રિજ ઉપર થી રીક્ષાઓ ચાલુ રાખવા બાબતે જીલ્લા સમાહર્તા ને આવેદન પત્ર પાઠવ્યું હતું…………

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!