Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના તાંદલજા અને ગોત્રીમાં દરોડા દરમિયાન ગાંજો વેચતા બે કેરિયર પકડાયા, બે સપ્લાયર વોન્ટેડ

Share

તાંદલજા અને ગોત્રીમાં પોલીસે બે સ્થળે દરોડા પાડી ગાંજો વેચતા બે કેરિયરને ઝડપી પાડયા હતા. પોલીસે ગાંજાનો જથ્થો કબજે કરી બે સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યા છે.

તાંદલજાના બીનાનગર ખાતે રોશન ફ્લેટમાં રહેતો ફેસલ ઉર્ફે માંજરો અબ્બાસ પટેલ પોતાના ફ્લેટમાં ગાંજાની પડીકીઓ બનાવી વેચાણ કરતો હોવાની વિગતોને પગલે એસઓજીના પીઆઇ વી એસ પટેલ અને ટીમે દરોડો પાડયો હતો.

Advertisement

પોલીસે ફેસલને ઝડપી પાડી રૃમમાં તપાસ કરતાં રૃ.૧૯૮૦૦ ની કિંમતનો ૧.૯૮૬ કિલો ગાંજો, ડિજિટલ વજનકાંટો અને બે મોબાઇલ મળી આવ્યા હતા.ગાંજો ઝુબેર પટેલ(પત્રકાર કોલોની,તાંદલજા) પાસે ત્રણ મહિનાથી મંગાવતો હોવાની અને બનાવના દિવસે સવારે જ ઝુબેર ગાંજો આપી ગયો હોવાની વિગતો ખૂલતાં તેને વોન્ટેડ જાહેર કર્યો છે.

આવી જ રીતે ગોત્રી પોલીસે મળેલી માહિતીને આધારે ક્રિસ્ટલ પ્રમુખ પાસે ક્રિષ્ણા રેસિડેન્સીમાં દરોડો પાડી રણજિત ઉર્ફે ટીનો રાજેન્દ્ર પરમારને દબોચી લીધો હતો.પોલીસે તેની પાસેથી રૃ.૧૬ હજારની કિંમતનો ૧.૬૦૦ કિલો ગાંજો કબજે કર્યો હતો.પૂછપરછ દરમિયાન આ જથ્થો પાદરા તાલુકાના વડુ ખાતે રહેતા સલિમ બાપુ પાસેથી લાવ્યો હોવાની વિગતો ખૂલતાં પોલીસે સપ્લાયરની તપાસ હાથ ધરી છે.આ ઉપરાંત રણજિતનો મોબાઇલ પણ કબજે લઇ તેની કોલ્સ ડીટેલ પરથીવધુ વિગતો મેળવવામાં આવી રહી છે.


Share

Related posts

એક્સિડન્ટ ક્લેઈમ કેસમાં એક જ દિવસમાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે દાવાની પતાવટ કરી.

ProudOfGujarat

રાજપારડીમાં ચોરીના મોબાઇલ વેચાતા હોવાની આશંકા આ બાબતે સઘન ચેકિંગ થાય તો ઘણી ગેરરીતિઓ બહાર આવવાની સંભાવના.

ProudOfGujarat

બજારમાં પુષ્પા રાખડીએ જમાવ્યો રંગ, જાણો કઇ રાખડીઓ સૌથી વધુ ટ્રેન્ડમાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!