Proud of Gujarat
FeaturedGujaratINDIA

દિવાળીના તહેવારોને અનુલક્ષીને વડોદરાથી વધારાની એસટી બસો દોડાવવાનું આયોજન

Share

દિવાળીના તહેવારોને અનુલક્ષીને બહારગામ વતનમાં પોતાના સ્વજનો સાથે દિવાળીની ઉજવણી કરવા લોકો એ એસટી બસો દ્વારા જવાની શરૂઆત કરી દીધી છે, અને સેન્ટ્રલ એસ.ટી બસ સ્ટેશન પર લોકોનો ધસારો થતાં તેને પહોંચી વળવા એસટી વિભાગ દ્વારા વધારાની એસટી બસો દોડાવવાની શરૂઆત કરી છે.

વડોદરાથી અમદાવાદ, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, લુણાવાડા તેમજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ જવા લોકોનો ઘસારો વધુ હોય છે. જેને ધ્યાનમાં રાખીને તારીખ 10 સુધી વડોદરા બસ સ્ટેશનથી વધારાની 45 બસ દોડાવવાનું આયોજન કર્યું છે. આમ તો રોજની 85 બસ દોડે છે એ ઉપરાંત આ વધારાની બસ છે. તારીખ 11 થી 14 સુધી તહેવારોના દિવસો હોવાથી 45 માંથી 85 વધારાની બસ દોડાવવા આયોજન કરાયું છે. જેથી કરીને મુસાફરોના ધસારાને પહોંચી વળી શકાય. તહેવાર પૂરો થયા બાદ તારીખ 15 થી 19 સુધી ટ્રાફિક થોડો ઓછો થશે છતાં પણ વધુ 45 બસ ચાલુ રાખવામાં આવશે. એસ.ટી વિભાગ દ્વારા જે શિડયુલ એસટી બસો છે તેમાં ઓનલાઈન બુકિંગ સિસ્ટમ છે, પરંતુ વધારાની જે એસટી બસો દોડાવવાની છે તેમાં ઓનલાઈન બુકિંગ સિસ્ટમ રાખી નથી.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : લીંબડીમાં રાવલ પરીવારે ગણેશજીની મૂર્તિની 31 મી સ્થાપના કરી.

ProudOfGujarat

ઝઘડિયાના રાણીપુરા ગ્રામપંચાયતના ઉપસરપંચ તરીકે મનોજભાઇ દેસાઇની બિનહરીફ વરણી.

ProudOfGujarat

જંબુસર તાલુકાના એસ. ટી. ડેપોમાં પૈસાની લેવડદેવડ અંગે એક ઈસમ પર ચપ્પુ વડે હુમલો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!