વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના બામણગામ સ્થિત હોરીઝોન ઇન્ડસ્ટ્રીયલ ઝોન ખાતે આવેલ નેશનલ એન્ટરપ્રાઈઝમાં કોઇ અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. આગના પગલે ધુમાડાના ગોટેગોટા ઉંચે આકાશ તરફ ચડતા જોવા મળ્યા હતા.
આગની ઘટનાની જાણ કરજણ ફાયર વિભાગને થતા ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. ફાયર કર્મીઓએ આગ પર પાણીનો મારો ચલાવી આગને ભારે જહેમત બાદ કાબૂમાં લીધી હતી. લાગેલી આગમાં કેટલું નુકસાન થયું તે જાણવા મળ્યું નથી. સદનસીબે જાનહાનિ ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
યાકુબ પટેલ, કરજણ
Advertisement