કરજણ તાલુકા કેળવણી મંડળ દ્વારા સંચાલિત શાહ એન બી હાઇસ્કુલના પ્રવેશ દ્વારા ઉપર જ કચરાના ઢગલા અને સ્કૂલમાં આવેલા શૌચાલય શોભાના ગાંઠિયા સમાન ભાસી રહ્યા છે. શૌચાલય બ્લોક છે પરંતુ શૌચાલયમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. બાળકો પ્રાથમિક સુવિધાથી વંચિત રહી જાય છે શૌચાલયની દુર્દશાના કારણે વિદ્યાર્થીઓમાં રોગચાળો ફેલાય શકે છે અને વિદ્યાર્થીઓના આરોગ્ય ઉપર માઠી અસર પડવાની સંભાવના વર્તાઈ રહી છે જે શૌચાલયમાં બ્લોક ઉપલબ્ધ છે એ ફક્ત નામનું જ શૌચાલય હોય એમ લાગી રહ્યું છે. હાલમાં ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંગેની ઝુંબેશ ચલાવવામાં આવે છે સ્વચ્છતા બાબતે કોઈ જ પગલા લેવામાં આવેલ નથી તંત્રની ઉદાસીનતાનો ભોગ માસુમ વિદ્યાર્થીઓ બની રહ્યા છે.
કરજણ તાલુકાની સૌથી જૂની તાલુકા કક્ષાએ મોટામાં મોટી સ્કૂલની હાલત દયનીય બનવા પામી છે તો તાલુકાની બીજી અન્ય સરકારી શાળાઓની પરિસ્થિતિ શું હશે એક મોટામાં મોટો પ્રશ્ન છે. મૂળનિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ મિનેષ પરમાર દ્વારા તંત્ર સામે આક્રોશ વ્યકત કર્યો હતો અને તાકીદે ગ્રાન્ટ ફાળવીને શૌચાલયના બ્લોકનું સમારકામ કરી સ્વચ્છ અને સુંદર શૌચાલય બનાવવામાં આવે તેવી માંગ કરી હતી.
યાકુબ પટેલ, કરજણ
કરજણ તાલુકાની શાહ એન બી હાઇસ્કુલમાં શૌચાલયમાં ગંદકીનું સામ્રાજ્ય
Advertisement