વડોદરા રેલવે પોલીસ દ્વારા ગાંજાની ટ્રેન મારફત થતી હેરાફેરીને અટકાવવા માટે વેસ્ટર્ન રેલ્વે એસોજી ની ટીમ દ્વારા સઘન પેટ્રોલિંગ કામગીરી હાથ ધરતા કાકીનાડા ભાવનગર એક્સપ્રેસ ટ્રેનમાંથી 20 કિલોથી વધુના ગાંજા સાથે બે શખ્સને એસોજીની ટીમે ઝડપી પાડ્યા છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગતરાત્રિના સુરત રેલવે સ્ટેશન ખાતે એસોજી ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પ્લેટફોર્મ નંબર એક પર વોચ રાખતા રાત્રે 9:42 કલાકે ટ્રેન નંબર 12755 કાકીનાડા ભાવનગર એક્સપ્રેસ ટ્રેન પ્લેટફોર્મ નંબર એક પર આવીને ઉભી રહેતા બેશક સો વજનદાર ટ્રોલી બેગ લઈને જતા હોય તેના પર વોચ રાખતા અને તેની તલાસી લેતા બંને શખ્સો ગભરાઈ ગયા હોય જે 1) મહેશ્વર કબીરાજ કૈલાશ જાતે-પલટા ઉંમર વર્ષ 21 ધંધો કરિયાણાની દુકાનમાં કામ રહેઠાણ ગામ સતનામ ઓડિશા, 2) રાકેશ ડાક્ટર આનંદ રહેઠાણ સતનામ ઓડીસાને આખરી ઢબે પૂછતાછ કરતા ગભરાઈ ગયેલ પોલીસ સમક્ષ કાકીનાડા ભાવનગર વડોદરા ટ્રેન મારફતે ગાંજાની હેરાફેરી કરતા હોય તેવી કબૂલાત આપી હોય બંનેની બેગ તપાસતા 20,256 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવેલ હોય જેની કિંમત રૂપિયા 2,02,560 ટ્રોલી બેગ, મોબાઈલ, રોકડા રૂપિયા સહિત કિંમત રૂપિયા કુલ રૂ. 2,23,550 સાથે એસોજી ની ટીમ એ બંને આરોપીને ઝડપી લઇ એનડીપીસી એક્ટ મુજબ આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.