કરજણ એસ.ટી બસ ડેપો ખાતે મૂળ નિવાસી એકતા મંચ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યું હતું. એસ ટી બસ ડેપો નજીક એકત્ર થયેલા મૂળ નિવાસી એકતા મંચના સદસ્યો તેમજ વિદ્યાર્થીઓએ ભારે સૂત્રોચ્ચાર કરી વાતવરણ ગજવી મૂક્યું હતું. પરા ગામથી કરજણ સુધી બસનો રૂટ મોટો હોવાના કારણે બસમાં જગ્યાનો અભાવ હોવાના તેઓએ આક્ષેપ કર્યા હતા. બસમાં જગ્યાના અભાવના કારણે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભણતર પર માઠી અસર પડી રહી હોવાની લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પરા, વડોદરા, ડાકોર, વિરપુર જતી એકમાત્ર બસ હોવાનું તેઓએ જણાવ્યું હતુ. પરા ગામથી મેથી શાળા સુધી આવતા અનેક ગામના વિદ્યાર્થીઓ બસની સુવિધાથી વંચિત રહી જતા હોવાના આક્ષેપો કર્યા હતા.
બસનો પાસ વિદ્યાર્થી પાસે હોવા છતાં પણ વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે નાણા ખર્ચીને પ્રાઇવેટ સાધનમાં અપ ડાઉન કરવું પડે છે એમ જાણવા મળ્યું હતું. પ્રાઇવેટ સાધનમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓ સમયનો વ્યય અનેક હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. મૂળનિવાસી એકતા મંચ દ્વારા વધુ એક બસ ચાલુ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. મૂળનિવાસી એકતા મંચ દ્વારા હલ્લાબોલ કાર્યક્રમ પોલીસ પ્રશાસનનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. હલ્લાબોલ કાર્યક્રમમાં મૂળનિવાસી એકતા મંચના અધ્યક્ષ એડવોકેટ મિનેષ પરમાર સહિત વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓ અને વાલીઓએ તંત્ર સામે આક્રોશ વ્યકત કર્યો હતો. ડેપો મેનેજર દ્વારા ટૂંક સમયમાં વધુ એક બસ ચાલુ કરવાની બાંહેધરી આપી હતી.
યાકુબ પટેલ, કરજણ
કરજણ : વિદ્યાર્થીઓને એસ.ટી બસ સુવિધાની માંગ સાથે મૂળ નિવાસી એકતા મંચ દ્વારા હલ્લાબોલ
Advertisement