જીએસટીની ક્રેડિટ મેળવવા માટે બોગસ કંપનીઓ ઉભી કરી ખોટા ડોક્યુમેન્ટસ રજૂ કરવાના કૌભાંડમાં વડોદરા પોલીસના ઇકો સેલે વધુ બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
જીએસટીની ક્રેડિટ મેળવી સરકારમાં ક્લેમ કરવા માટે બોગસ પેઢીઓ બનાવી કોઈપણ જાતના આર્થિક વ્યવહાર નહીં થયા હોવા છતાં આર્થિક વ્યવહારના બોગસ ઇનવોઈસ અને અન્ય ડોક્યુમેન્ટ રજૂ કરવાનું કૌભાંડ પકડાતા વડોદરા ક્રાઈમ બ્રાન્ચે એક વર્ષ પહેલા ગુનો નોંધ્યો હતો.
આ ગુનાની તપાસ ઇકો સેલને સોંપવામાં આવી છે અને કૌભાંડમાં સામેલ આરોપીઓની ધરપકડોનો દોર ચાલુ રહ્યો છે. આ પ્રકરણમાં આલ્ફા એન્ટરપ્રાઇઝ નામની પેઢી ઊભી કરી સરકારને આર્થિક નુકસાન પહોંચાડવા માટે બોગસ ક્લેઈમ કરનાર નિખિલ રમેશભાઈ મિસ્ત્રી (વેદાંત રેસીડેન્સી, નારાયણ સ્કૂલ પાસે,વાઘોડિયા રોડ) અને આસિફ યુસુફભાઈ છીપા (ચિસ્તિયા મસ્જિદ પાછળ,હરણી રોડ) ની ધરપકડ કરવામાં આવી છે.
Advertisement