Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા રૂરલ એલ.સી.બી પોલીસે કરજણ નજીકથી અઢાર લાખ ઉપરાંતનો દારૂ ઝડપી પાડયો.

Share

વડોદરા રૂરલ એલ સી બી પોલીસે કરજણ નજીકથી દારૂનો વિપુલ માત્રામાં જથ્થો ઝડપી પાડતા દારૂનો ગેરકાયદેસર વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સ્ટાફના પોલીસ માણસોં સાથે કરજણ પોલીસ મથક વિસ્તારમાં ખાનગી વાહનમાં પ્રોહી પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન કરજણથી વડોદરા તરફના રોડ ઉપર ભારત કોટન ત્રણ રસ્તા પાસે આવતા અ.હે.કો. દેવરાજસિંહ પ્રવિણસિંહ નાઓને ચોક્કસ બાતમીદારથી બાતમી મળી હતી કે એક બંધબોડીની ટાટા ટ્રકમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી ટાટા ટ્રક ગાડી કરજણ ટોલનાકાથી વડોદરા તરફ આવી રહી હતી.

જે હકીકત આધારે સ્ટાફ સાથે કરજણથી વડોદરા તરફના રોડ ઉપર ભારત કોટન ત્રણ રસ્તા ઉપરથી આરોપી (૧) મુકેશસિંગ ખુમસિંગ રાજપુત રહે, વિસ્મા પોસ્ટ કોલ તા. ઘોઘુંદા જી, ઉદેપુર રાજસ્થાન તથા તેની સાથેના ઇસમ (ર) વિનોદ સેન હીરાલાલ સૈન ઉવ. ૮ રહે, સલોંદા તા. ખમનૌર જિ. રાજસમન્દ, રાજસ્થાન નાઓએ પોતાના કબ્જાના ટાટા ટ્રકમાં વગર પાસ પરમીટે ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટી નંગ- ૩૭૯ જેમા કુલ બોટલ નંગ ૪૫૪૮ કિ.રૂ. ૧૮,૭૯,૨૦૦/- નો તથા મોબાઇલ ફોન નંગ- ર કિ.રૂા. ૧૦,૦૦૦/- તથા બંધ બોડીની ટાટા ટ્રક કિ.રૂા. દસ લાખ મળી કુલ કી રૂ. ૨૮,૮૯,૨૦૦ ના મુદામાલ કબ્જે કર્યો હતો. વિદેશી દારૂનો જથ્થો ભરીને મોકલનાર ભરતસેન દેવીલાલ સેન રહે, ગામ મઝા તા. નાથદ્વારા જી. રાજશ રાજસ્થાન તથા માલ મંગાવનાર રાજકોટનો ઇસમ વિરૂધ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કરજણ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં તસ્કરોનો આતંક : બે સ્થળે ચોરીની ઘટનાને અપાયો અંજામ,પોલીસે તપાસ શરૂ કરી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના બાદ મ્યુકરમાઇકોસીસનાં કેસમાં જંગી વધારો : તંત્ર સતર્ક.

ProudOfGujarat

અંકલેશ્વર : પીરામણ ગામ પાસે આમલાખાડીમાં લાલ કલરનું પ્રદુષિત પાણી વહેતું હોવાથી પર્યાવરણ વાદીઓ દ્વારા જીપીસીબીને ફરિયાદ કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!