Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં આંગણવાડીઓના વર્કરો વેતન વધારવા સહિત વિવિધ માંગણીઓ અંગે સરકાર સામે જંગ

Share

ગુજરાતમાં આશરે 53 હજાર આંગણવાડી છે. જેના આશરે 1,03,000 આંગણવાડી વર્કર વેતન વધારવા સહિત વિવિધ માંગણીઓ અંગે હવે જંગે ચડ્યા છે. તારીખ ચાર અને પાંચ ઓક્ટોબરે રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા મથકે અલ્ટીમેટમ આપતું આવેદનપત્ર સુપ્રત કરશે. વડોદરા શહેર અને જિલ્લામાં આશરે 1,900 આંગણવાડી છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન જણાવે છે કે તાકીદે બેઠક યોજી દસ દિવસમાં પ્રશ્નોનો ઉકેલ લાવી ચૂંટણી સમયે 2022 માં કરેલા સમાધાનનો સરકાર અમલ કરે. ગુજરાતના 53 હજાર આંગણવાડી કેન્દ્રોમાં છેલ્લા સાત માસથી આંગણવાડી વર્કરોએ પોતાના નજીવા પગારમાંથી બાળકોના નાસ્તાના કરેલ ખર્ચનાં બીલો ચુકવાયા નથી. ગેસ બાટલાના, મકાન ભાડાનાં, મંગળ દિવસની ઉજવણીનાં બીલો બે વર્ષથી ચુકવાયા નથી. પોતાના ખાનગી મોબાઈલથી કરાતી કામગીરીનાં મોબાઈલ ઈન્સેન્ટીવની રકમો 1 વર્ષથી ચુકવાઈ નથી. આંગણવાડી કેન્દ્રની રોજની જરૂરીયાતની વસ્તુઓ માટેની ફલેકસી ફંડની રકમો બે વર્ષથી ચુકવાઈ નથી. રાજય સરકાર સમક્ષ આ બાબતે તા.24 એપ્રિલ, તા.30 જુલાઈ અને તા.28 સપ્ટેમ્બર ના રોજ રજુઆત કરાયા છતાં કોઈ પરિણામ મળેલ નથી. ઉલ્ટાનું માસીક પગારો પણ એક–બે મહિના મોડા ચુકવાય છે. 2022 સપ્ટેમ્બર માં ચૂંટણી સમયે કેબીનેટ મંત્રીઓ, અગ્ર સચિવ અને સચિવની હાજરીમા કેટલાક નિર્ણયો થયા હતા. જેમાં સરકારી મોબાઈલ કામ કરતા ન હોઈ નવા મોબાઈલ કે મોબાઈલ કિંમત આપવા, નિવૃત્તિ વય મર્યાદા 60 કરવા, કાર્યકરમાથી સુપરવાઈઝરમાં પ્રમોશન, વય મર્યાદા દુર કરવા અને દૈનિક લઘુતમ વેતન રૂ.476 આપવા, હેલ્પરો કે જેઓને માત્ર રૂા.5500 નું જ વેતન અપાતુ હોઈ તે વેતનમાં વધારો આપવા સહિતનાં પ્રશ્ને સમાધાન થયું હતું.

આ બધી બાબતોનો અમલ કરવાની રજુઆત પણ ધ્યાને લેવામાં ન આવતા છેવટે આંદોલનનો નિર્ણય કરી માંગણીઓ સંતોષવા અંગે 10 દિવસમાં બેઠક યોજવા માંગણી કરાઈ છે. આવેદનપત્ર આપવા છતાં પ્રશ્ન ન ઉકેલાય તો ના છુટકે રાજય કક્ષાની રેલી, કામથી અળગા રહેવા સહીતનાં કાર્યક્રમો આપવાની ચેતવણી અપાઈ છે. સંગઠનને વધુમાં જણાવ્યું છે કે કેન્દ્ સ૨કા૨ની આ યોજના હોવા છતાં 2018 પછી કેન્દ્ર સરકાર ધ્વારા વર્તમાન મોંધવારીને અનુલક્ષીને માનદવેતનમાં કોઈ વધારો કરેલ ના હોવાથી ઓકટોબર માસમાં તમામ સંસદ સભ્યોને પણ આવેદન પત્રો અપાશે.

Advertisement

Share

Related posts

ઝઘડીયાના મુલદ ખાતે પેઇન્ટિંગ કામનો વર્ક ઓર્ડર આપી બીલ ન ચુકવતા બે ઇસમો સામે ફરિયાદ.

ProudOfGujarat

રાજપીપલામાં ગાયના છાણમાંથી બનાવેલ પ્રાકૃતિક ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ ગણેશ ભક્ત રાજેન્દ્ર પટેલે બનાવી.

ProudOfGujarat

ઝઘડિયા GIDC માં આવેલ ન્યુબર્ગ કંપનીમાંથી થયેલ એસ.એસ. પ્લેટની ચોરીનાં ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!