વડોદરા જિલ્લાના કરજણ સ્થિત એ.પી.એમ.સી ખાતે કે પી એલ સિઝન – ૪ નો ઓકશન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
સાંપ્રત આધુનિક યુગમાં યુવા પેઢી વધુને વધુ ક્રિકેટ તરફ આકર્ષાઈ રહી છે. ત્યારે દેશના ગ્રામીણ વિસ્તારોમાં પણ હવે ક્રિકેટ પ્રતિ ક્રેઝ આજની યુવા પેઢીમાં જોવા મળી રહી છે. ભૂતકાળમાં ક્રિકેટ એ માત્રને માત્ર શહેરી વિસ્તારો પૂરતી સીમિત હતી. જે હવે શહેરના સીમાડાઓ વળોટી ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચી ગઇ છે. સાંપ્રત યુવા પેઢી ક્રિકેટ ક્ષેત્રે વધુ રુચિ ધરાવતી થઈ છે. જેના કારણે દેશને ટેલેન્ટેડ ક્રિકેટરો પણ મળી રહ્યા છે.
યુવા પેઢીને પ્રોત્સાહિત કરવાનો એક નવતર પ્રયોગ છેલ્લા બે ત્રણ વર્ષથી ચાલી રહ્યો છે. જેના ભાગરૂપે ઓકશન કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે. આયોજિત ઓકશન કાર્યક્રમમાં કરજણ તાલુકાના ગ્રામીણ વિસ્તારોના ઘણા બધા યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીષ પટેલે સંબોધનમાં જણાવ્યું હતું કે દેશના પી.એમ નરેન્દ્ર મોદી ગુજરાતના સી.એમ હતા તે સમયે કહેતા હતા કે રમશે ગુજરાત જીતશે ગુજરાત. રમતવીરોને પી.એમ નરેન્દ્ર મોદી ખૂબ પ્રોત્સાહન આપી રહ્યા છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કરજણમાં કે પી.એલ નું આયોજન થઈ રહ્યું હોય એ ખૂબ સરહાનીય કાર્ય છે. કે પી એલ ટુર્નામેન્ટમાં કરજણના ખેલાડીઓ પોતાનું કૌશલ્ય બતાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. યુવાનોને પ્રોત્સાહન વધારવાનું કામ અમે કરીશું એમ જણાવ્યું હતું. આયોજકોને જરૂર પડશે ત્યાં અમે સહકાર આપીશું એમ જણાવ્યું હતું. આયોજિત કાર્યક્રમમાં વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીષ પટેલ, એ પી એમ સી ના ચેરમેન જયદીપસિંહ ચૌહાણ, ભાજપના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ક્રિકેટ પેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.
યાકુબ પટેલ, કરજણ
કરજણ એ.પી.એમ.સી ખાતે કરજણ પ્રીમિયમ લીગ ક્રિકેટ સિઝન – ૪ નો ઓકશન કાર્યક્રમ યોજાયો.
Advertisement