Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરમડી ખાતે વડોદરા દૂધ ડેરીના અધ્યક્ષ, કરજણ તાલુકા પંચાયતના નવ નિયુક્ત અધ્યક્ષ, પાટીદાર સમાજના અધ્યક્ષનો સન્માન સમારોહ યોજાયો.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કરમડી ખાતે નવ નિયુક્ત કરજણ તાલુકા પંચાયતના ભાજપના પદાધિકારીઓ સહિત સમાજના અધ્યક્ષ અને વડોદરા જિલ્લા ડેરીના અધ્યક્ષનો સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમના પ્રારંભે નવ નિયુક્ત અધ્યક્ષ, પાટીદાર સમાજના નવ નિયુક્ત અધ્યક્ષ સહિત વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ સતિષ પટેલનું પુષ્પમાળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

મિડીયા સમક્ષ નિવેદનમાં સતીષ પટેલે જણાવ્યું હતું કે સમાજના નવ નિયુક્ત અધ્યક્ષ અને સાથે સાથે તાલુકા પંચાયતના અઘ્યક્ષનો સન્માન સમારોહ યોજાયો હતો. આખા ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. પાટીદાર સમાજના નવ નિયુક્ત અધ્યક્ષને એક મોટી જવાબદારી મળી છે. સમાજને આગળ લઈ જવા તેઓ પ્રયાસો હાથ ધરશે. આ ગામ વર્ષોથી અમારી સાથે રહ્યું છે. આ ગામને વિકાસ માટે જ્યારે પણ જરૂર ઉભી થશે ત્યારે અમે આ ગામની પડખે ઉભા રહીશું. એવી તેઓએ બાંહેધરી આપી હતી. અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

Advertisement

યાકુબ પટેલ, કરજણ


Share

Related posts

ભરૂચ શહેર ના લાહોરી ગોડાઉન નવી વસાહત વિસ્તાર માં એક ઈસમે ગણે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખતા ચકચાર મચ્યો હતો..

ProudOfGujarat

નર્મદા- ગરુડેશ્વર તાલુકાના પંચાયત સભ્યોએ રસ્તા અને પીવાના પાણી સુવિધા મળે તે માટે નર્મદા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું..

ProudOfGujarat

વડોદરા : ક્રિકેટના સટ્ટામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!