વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની ટેકનોલોજિ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓના પરામર્શ ફિએસ્ટાનો આજથી પ્રારંભ થયો છે. આ કાર્યક્રમ આગામી ત્રણ દિવસ સુધી ચાલશે. જેમાં રાજ્યની વિવિધ 200 કોલેજોના 2 હજારથી પણ વધુ વિધાર્થીઓ ભાગ લઇ રહ્યા છે. આ સાથે આવતીકાલે ભારત સરકારની સંસ્થા DRDO ના પૂર્વ અધ્યક્ષ તેમજ સંરક્ષણ મંત્રીના વૈજ્ઞાનિક સલાહકાર ડો.જી. સતિષ રેડ્ડી ઉપસ્થિત રહી વિધાર્થીઓને માર્ગદર્શન આપશે.
આ અંગે પરામર્શ વોલેન્ટીયર રિદ્ધિ ઠક્કરે જણાવ્યું હતું કે, પરામર્શએ નેશનલ નોન ટેક્નિશિયન ફેસ છે. જે વર્ષ 2001 થી શરૂ કરવામાં આવેલું છે અને આ 23 મું એડિશન છે. આ કાર્યક્રમ આજથી ત્રણ દિવસ માટે યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં 7 ઇવેન્ટ અને 8 સેગમેન્ટસ છે અને દરેક ઇવેન્ટ એક સોફ્ટ સ્કીલ રિ-પ્રેસન્ટ કરે છે. જેનાથી વિધાર્થીઓમાં સોફ્ટ સ્કિલ આવે છે. આ ઇવેન્ટમાં રાજ્યની 200 થી પણ વધુ કોલેજના 2 હજારથી વધુ વિધાર્થીઓ અને મુલાકાતીઓ અહીં આવતા હોય છે. આ વખતે મુખ્ય મહેમાન તરીકે જી. સતીષ રેડ્ડી જેઓ ડીઆરડીઓ પૂર્વ ચેરમેન છે, તેઓ અહીં ઉપસ્થિત રહેવાના છે. હાલમાં વિવિધ ઇવેન્ટ યોજાઈ રહી છે.
એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે પરામર્શ ફિએસ્ટામાં દર વર્ષે નોન ટેકનિકલ ઈવેન્ટસનુ આયોજન થતુ હોય છે. આ તમામ ઈવેન્ટસ વિદ્યાર્થીની વક્તૃત્વ, ટીમ ભાવના, સર્જનાત્મકતા, નેતૃત્વ જેવા ગુણોને ખીલવવા પર ભાર મુકે છે. આઉટ ઓફ બોક્સ સ્પોર્ટસ એક્ટિવિટી માટે અક્સ્ટ્રાવેગન્ઝા નામની એક ઈવેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સ્મોકલ નામની ઈવેન્ટ પણ યોજાશે, જેમાં વિદ્યાર્થીઓની પોતાની કલાને દર્શાવવાની તક મળશે. જ્યારે પ્રોનાઈટ ફેસ્ટ નામની મ્યુઝિકલ કોન્સર્ટમાં ડી.જે રેવેટોર છે, જ પરફોર્મન્સ આપશે.
આ 3 દિવસીય ઇવેન્ટ સકારાત્મકતાની આભા ધરાવે છે અને વિધાર્થીઓને તેમના કોલેજ જીવનને રોમાંચક રીતે પસાર કરવામાં મદદ કરે છે. ટીમ પરામર્શ સમગ્ર ગુજરાત અને નજીકના રાજ્યોની 200થી વધુ કોલેજો અને 30,000થી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચી છે. જેને આ વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતના ગૃહમંત્રી અને અગાઉ યુનેસ્કો અને વડાપ્રધાન તરફથી પણ સમર્થન મળ્યું છે.