પાદરામાં મોડી રાત્રે બે કોમ વચ્ચે અથડામણ થતાં પોલીસ દોડતી થઈ હતી. પોલીસે મોડી રાતે કોમ્બિંગ હાથ ધરીને 10 થી વધુ લોકોની અટકાયત કરી છે. વડોદરાના પાદરામાં આવેલા અંબાજી તળાવ ખાતે કેટલાક યુવકો મંદિર નજીક પ્રસાદનું વિતરણ કરી રહ્યા હતા. આ દરમિયાન નીકળેલા જુલુસમાં સામેલ કેટલાક યુવકો દ્વારા વાંધાજનક ઈશારા અને ધાર્મિક લાગણી દુભાય તેવા શબ્દોનો ઉચ્ચારણ કરતા મામલો બિચક્યો હતો. બંને કોમના ટોળા સામસામે આવી જતા પરિસ્થિતિ તંગ બની હતી.
બે કોમ વચ્ચે થયેલી અથડામણમાં હિન્દુ એકતા સંગઠનના યુવકની સોનાની ચેન પણ લૂંટી લેવાઈ હતી. હિન્દુ સંગઠનોના લોકો મોટી સંખ્યામાં પાદરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશન ખાતે હોબાળો મચાવીને દોષિતોને કડક સજાની માંગ કરી હતી. પાદરા પોલીસ મથકે 13 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ હતી. રાત્રી દરમિયાન મામલો બિચકતા જિલ્લાની પોલીસ બોલાવી લેવાઈ હતી. ઘટનાને લઇ SP રોહન આનંદ પાદરા પોલીસ મથક ખાતે દોડી આવ્યા હતા. પોલીસે એક્શનમાં આવીને પાદરાના વિવિધ વિસ્તારોમાં મોડી રાત્રે કોમ્બિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન પોલીસે 10થી વધુ શખ્સોને રાઉન્ડઅપ કર્યા હતા.
વડોદરા : પાદરામાં મોડીરાત્રે બે કોમ વચ્ચે જૂથ અથડામણ, પોલીસે 10 થી વધુ લોકોની અટકાયત કરી
Advertisement