વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી ફરી એકવાર ચર્ચામાં આવી છે. યુનિ. પાસે નમાઝ પઢવાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. યુનિ. કોમર્સ ફેકલ્ટી સામે શિવ મંદિર પાસે જાહેરમાં 3 યુવકો દ્વારા નમાઝ પઢવામાં આવી હોવાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ, વડોદરાની શૈક્ષણિક સંસ્થામાં ધાર્મિક પ્રવૃત્તિ પર પ્રતિબંધ છે. ત્યારે એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી સામે આવેલા ભગવાન મહાદેવના મંદિર પાસે ત્રણ યુવકો દ્વારા નમાઝ પઢવામાં આવી હોવાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના પગલે યુનિ.ની વિજિલન્સ અને સિક્યોરિટી સામે સવાલ ઊભા થયા છે. માહિતી મુજબ, આ ત્રણેય યુવક એફ.વાય. બી.કોમ.ના હોવાનું બહાર આવ્યું છે.
મીડિયા અહેવાલ અનુસાર, એમ.એસ. યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં સોમવારે સાંજે 5 વાગ્યાની આસપાસ 3 વિદ્યાર્થીઓ દ્વારા બિલ્ડિંગ સામે આવેલા શિવ મંદિર પાસે નમાઝ પઢવામાં આવી હોવાનો એક વીડિયો વાયરલ થતા વિવાદ વધ્યો છે. જાહેરમાં નમાઝ પઢતા યુવકો એફ.વાય. બી.કોમ.ના વિદ્યાર્થી હોવાનું હાલ સામે આવ્યું છે. જોકે, યુનિ. નજીક ફરી એકવાર નમાઝ પઢવાનો વીડિયો વાયરલ થતા વિજિલન્સ અને સિક્યોરિટી સામે સવાલ ઊભા થયા છે. શૈક્ષણિક સંસ્થામાં કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ કરવાની મનાઈ છે. ત્યારે યુનિ. નજીક નમાઝ પઢવાના વીડિયોએ ફરી એકવાર વિવાદ સર્જયો છે. જણાવી દઈએ કે, અગાઉ પણ સંસ્કૃત મહાવિદ્યાલય નજીક નમાઝ પઢવાની એક ઘટના બની હતી. ત્યારે તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી અને સિક્યોરિટી ચેકિંગ ચુસ્ત કરાયું હતું.