વડોદરા જિલ્લાના કોંગ્રેસના હોદેદારો અભિષેક ઉપાધ્યાય (કાર્યકારી પ્રમુખ, વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ.) ભાસ્કર ભટ્ટ (મહા મંત્રી .વડોદરા જિલ્લા) તેમજ પિન્ટુ ભાઈપટેલ (કરજણ કોંગ્રેસ અગ્રણી) કોંગ્રેસના કાર્યકરો એ પરા તેમજ મોટી કોરલ ગામની મુલાકાત લીધી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉપરવાસના ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતાં કરજણ તાલુકાના અસર પામેલાં નારેશ્વર પટ્ટીમાં આવેલાં પરા તેમજ જ્યાં અસરગ્રસ્તોને ખસેડવામાં આવ્યા છે. મોટી કોરલ ગામે પહોંચી મીડિયા સમક્ષ અભિષેક ઉપાધ્યાયે મુખ્ય મંત્રી સામે આક્ષેપો કરી જણાવ્યું હતું કે મધ્યપ્રદેશમાં વરસાદ પડતો હતો ત્યારે ડેમનું પાણી થોડું થોડું છોડવામાં આવ્યું હોત તો આજે જે કરજણ શિનોર તાલુકાનાં જે તારાજી સર્જાઈ તે નિવારી શકાય હોત એમ જણાવ્યું હતું. કરજણ તાલુકા કોંગ્રેસના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદન પાઠવી અસરગ્રસ્ત ગામોમાં રહેઠાણોને તેમજ ખેડૂતોની ખેતીમાં ઉભા પાકોની તારાજી થઈ છે. નુકશાનનું તાત્કાલિક સર્વે કરાવી અસરગ્રસ્તોને સહાય ભરપાઈ કરવાની માંગણી કરશે એમ તેઓએ જણાવ્યું હતું.
યાકુબ પટેલ, કરજણ
વડોદરા જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓએ પરા તેમજ મોટી કોરલ ગામમાં પૂર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી.
Advertisement