-એક વર્ષ સુધી રોજિંદા ૧૨ થી ૧૪ કલાક અભ્યાસ કરી તૈયારી કરી હતી
પાલેજ ૨૧
વડોદરા માંજલપુર માં રહેતા ડો પાર્થ મોદી એ નિટ એસ.એસ ( એમ.સી.એચ. ન્યુરો સર્જરી )ની પરીક્ષા માં સમગ્ર દેશ માં પ્રથમ ક્રમ મેળવતા ચોતરફથી અભિનંદન ની વર્ષા થઈ રહી છે .
છેલ્લા ૧૫ વર્ષ ઉપરાંત થી પાલેજ ખાતે ઉપાસના ક્લિનિક ડૉ પ્રવીણભાઈ મોદી ના પુત્ર ડો પાર્થ મોદી અભ્યાસ ના શરૂઆતી જીવન થી જ મહેનતુ અને હોશિયાર હોવાથી ડો પ્રવીણ ભાઈ દ્વારા પુત્ર ને પણ ડૉક્ટરજ બનાવી લોક સેવા માટે નું સ્વપ્ન જોયું હતું, ૨૦૦૮ માં ધો .૧૨ ના વિજ્ઞાન પ્રવાહ માં પાર્થ દ્વારા સખત મહેનત કરી ૯૬ ટકા માર્કસ સાથે ડોન બોસકો કોન્વેન્ટ સ્કૂલ માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો, તેમજ મેરીટ ના આધારે એમ.બી.બી.એસ ના અભ્યાસ માટે બી.જે.મેડિકલ કોલેજ અમદાવાદ માં પ્રવેશ પ્રાપ્ત કર્યો હતો જ્યાં પાર્થ દ્વારા ફર્સ્ટ ક્લાસ માર્કસ મેરવી ડો પાર્થ મોદી બની અગાઉ માસ્ટર ડિગ્રી માટે પુનઃ મેરીટ માં પસંદ થતા ૨૦૧૭ માં એમ.એસ ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી.
છેલ્લા એક વર્ષ થી ડો પાર્થ દ્વારા નિટ એસ.એસ ની પરીક્ષા ની તૈયારી કરવામાં આવી રહી હતી જેમાં તેમની માતા નો ખુબ મોટો ફારો હતો, પુત્ર ની તૈયારી માં કોઈ કચાસ ના રહી જાય માટે માતા દ્વારા ડો પાર્થ ને રૂમમાંજ જમવાનું , ચા, નાસ્તો જેવી સુવિધા પૂરી પાડી તેને ફક્ત અભ્યાસ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવા ઘરમાં સારું એવું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હતું, સતત એક વર્ષ થી ડો પાર્થ દ્વારા રોજિંદા ૧૨ થી ૧૪ કલાક અભ્યાસ કરવામાં આવતો હતો , રાત્રી ના ૩ વાગ્યા સુધી વાંચન કરતા ડો પાર્થ અભ્યાસ સિવાય નો સમય કુટુંબ તેમજ આરામ કરવામાં પસાર કરતા હતા.
સમગ્ર દેશ માં નિટ એસ.એસ માં પ્રથમ આવતા ડો પાર્થ હવે એમ.સી એચ ન્યુરો સર્જરી નો ૩ વર્ષ નો અભ્યાસ કરી પિતા ના સ્વપ્ન ને સાકાર કરવામાં જઇ રહ્યા છે તેઓના જણાવ્યા અનુસાર અભ્યાસ માં સફળતા માટે પરિશ્રમ અનિવાર્ય છે , રોજિંદા ૧૦ કલાક ઉપરાંત નું વાંચન તમને ધાર્યું રિજલ્ટ અપાવવામાં મદદરૂપ થશે તેમજ તમારી અનુકુરતા અનુસાર વાંચન નો સમય નક્કી કરી સખત મહેનત કરવામાં આવે તો ગમે તેવી પરીક્ષા માં તમો સફળ થઇ શકો છો.