Proud of Gujarat
FeaturedGujaratINDIA

આફ્રિકાના વેન્ડામાં ગુજરાતી પરિવાર પર હુમલો, ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા, પરિવારજનોમાં ચિંતાનો માહોલ

Share

વડોદરાના કરજણ તાલુકાનાં સાંસરોદ ગામના વતની પરિવાર ઉપર લૂંટના ઇરાદે આફ્રિકાના વેન્ડા ટાઉનમાં નિગ્રો લૂંટારુઓએ હુમલો કરતાં ગંભીર ઇજાને પગલે યુવાનને સારવાર માટે ખસેડયો હતો. આફ્રિકામાં વારંવાર ગુજરાતી લોકો ઉપર થઈ રહેલ હુમલાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે થોડા દિવસ પહેલા ભરૂચ જિલ્લાના એક યુવાન ઉપર હુમલાની ઘટના સામે આવ્યા બાદ શનિવારે ફરી આફ્રિકાના વેન્ડા ટાઉનમાં મૂળ કરજણના સાંસરોદ ગામના વતની યુવાન ઉપર હુમલાની ઘટના સામે આવી છે.

જેમાં લૂંટના ઇરાદે આવેલા નિગ્રોએ દુકાનમા પ્રવેશ કરી પરિવાર ઉપર બંદૂક તાંકી લૂંટની ઘટનાને અંજામ આપે તે પહેલા ગુજરાતી યુવાન દુકાન બાદ આવી જતાં તેણે નિગ્રો લૂંટારુઓને પકડવાની કોશિશ કરતાં લુટારુઓએ યુવાન ઉપર હુમલો કરી ફરાર થઈ ગયા હતા લૂંટની સમગ્ર ઘટના દુકાનમા લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વિદેશમાં ગુજરાતીઓ પર વધતા હુમલાઓથી સ્વજનો ચિંતિત થયા છે.

Advertisement

Share

Related posts

भूषण कुमार बैक टू बैक फिल्मों के साथ 2019 में राज करने के लिए है तैयार

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના પાણેથા ગામેથી એલસીબી પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડયો.

ProudOfGujarat

સુરત કડોદરા રોડનાં વરેલી ગામ પાસે પરપ્રાંતીય મજૂરોએ વાહનો સળગાવી તોફાન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!