Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : દારૂ પીવા માટે યુવકે માતા પાસે પૈસા માંગ્યા, ના પાડી તો ગુસ્સે ભરાયેલા યુવકે પોતાની જ નવી બાઇકને આગ ચાંપી દીધી!

Share

વડોદરાના કરજણમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જૂના બજાર વિસ્તારમાં મહમંદ નગરી કેનાલ પાસે એક યુવકે પોતાની જ બાઇકને સળગાવી દીધી હતી. અહેવાલ મુજબ, માતાએ દારૂ માટે રૂપિયા આપવાની ના પાડી દેતા યુવક ગુસ્સે ભરાયો હતો અને પોતાની જ નવી બાઇકને સળગાવી દીધી હતી. બાઇકના હપ્તા પણ બાકી હોવાનું સામે આવ્યું છે. બાઇક સળગી હોવાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ મામલે પોલીસે તપાસ આદરી છે.

મીડિયા રિપોર્ટ મુજબ, વડોદરાના કરજણના જૂના બજાર વિસ્તારના આવાસમાં એક ચોંકાવનારી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થયો છે. દારૂના નશાના રવાડે ચઢેલા એક યુવકે પોતાની માતા પાસે જ્યારે દારૂ પીવા માટે રૂપિયા માંગ્યા તો માતાએ આપવાની ના પાડી દીધી હતી. આથી ગુસ્સે ભરાયેલા યુવકે મહમંદ નગરી કેનાલ પાસે જઈ પોતાની જ નવી લીધેલી બાઇકને આગ ચાંપી દીધી હતી.

Advertisement

માહિતી મુજબ, આ બાઇક યુવક હપ્તેથી લાવ્યો હતો. બાઇકના હપ્તા હાલ પણ ચાલુ છે. જ્યારે યુવકે દારૂના નશા માટે પોતાની જ બાઈકને સળગાવી દઈ પોતાનું જ નુકસાન કર્યું હતું. બાઇક સળગાવવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ મામલો સામે આવતા પોલીસે તે યુવકની શોધ આદરી વધુ તપાસ હાથ ધરી છે. હાલ યુવક કોણ છે તે અંગે તપાસ કરાઈ રહી છે.


Share

Related posts

ખેડાના યુવકને ગઠિયાએ લિંક મોકલી એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લીધા

ProudOfGujarat

ખેડા તાલુકાના યુવાન એ ઇન્સ્ટાગ્રામ પર એક લાખની લોન લેવા જતા ૪૨ હજાર ગુમાવ્યા

ProudOfGujarat

કેવડિયા નજીકના પ્રોજેક્ટો પર લાખોના સામાનની ચોરી થતા પોલીસ ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!