વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીષ પટેલે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને ખેડૂતોને દસ કલાક વીજળી મળી રહે એ માટે પત્ર લખતા સમગ્ર મુદ્દો ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. પત્રની નકલ ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને પણ રવાના કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે દસ કલાક વીજળી આપવાનો નિર્ણય ગુજરાતના કેટલાક જિલ્લામાં આપવામાં આવેલ છે ત્યારે જાહેરાતમાં વડોદરા જિલ્લો સમાવેશ કરવામાં આવે એવો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વડોદરા જિલ્લો ખેતીપ્રધાન, ખેતી પર નિર્ભર કરતો જિલ્લો છે. હાલમાં વરસાદ ખેંચાતા વડોદરા જિલ્લામાં ખેતીના પાકોમાં મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઇ રહી છે.
વડોદરા જિલ્લાના ખેડૂતોએ દસ કલાક વીજળી મળી રહે એ માટે વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીશ પટેલને રજૂઆત કરી હતી.ખેડૂતોની રજૂઆતોને લઈ સતીષ પટેલે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ખેડૂતોની સ્થિતિ બાબતે અવગત કર્યા છે. વડોદરા જિલ્લાને 10 કલાક વીજ પુરવઠો અપાય એવી રજૂઆત પત્રમાં કરવામાં આવી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીષ પટેલ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખેડૂતોની સમસ્યા વિશે રજુઆત કરતા મુખ્યમંત્રી તરફથી કેવો પ્રતિસાદ મળે છે તે જોવું રહ્યું.
વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીષ પટેલે ખેડૂતોને દસ કલાક વીજળી પુરવઠો મળે એ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર દ્વારા રજૂઆત કરાઇ
Advertisement