Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં ઘરમાં વન્યજીવો રાખનાર સામે હવે આખરી કાર્યવાહી, 3 સ્થળ પરથી 11 પોપટનું રેસ્ક્યૂ

Share

કેન્દ્ર સરકારે તમામ વન્ય જીવોને શિડ્યુલ 1 અને 2માં સમાવેશ કરતાં વન વિભાગ હરકતમાં આવ્યું છે. મંગળવારે શહેરના વિવિધ વિસ્તારમાં સામાજિક સંસ્થા જીએસપીસીએના રમેશ આઈસની સાથે તપાસ હાથ ધરીને 11 પોપટને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા.

આ અંગે રમેશભાઈએ કહ્યું કે, છાણી, રાવપુરા અને બાપોદમાંથી પોપટ મળ્યા હતા. પોતાના શોખ માટે ઘરમાં પોપટ પીંજરામાં રાખનાર લોકોને નવા કાયદાની સમજ અપાઈ હતી. છાણી ગુરુદ્વારા પાસે 3 ઘરમાંથી પોપટ મળી આવ્યા હતા. નવા કાયદા મુજબ દંડ અને જેલની સજાની જોગવાઈ છે ત્યારે આ કાયદાથી અજાણ લોકો સ્વૈચ્છિક રીતે પોપટ વન વિભાગને આપે છે અને લેખિતમાં બાંહેધરી આપે છે. જેથી તેમની સામે ગુનો નોંધાયો નથી 10 દિવસ સુધી આ અભિયાન ચાલુ રહેશે.

Advertisement

Share

Related posts

આમોદનાં સમનીમાં એક પરપ્રાંતીય મહિલાની સેવા કરે છે પોલીસ કર્મીઓ.

ProudOfGujarat

રાજપારડી ગામે સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમે વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડયો.

ProudOfGujarat

નડીયાદના ભાજપના ઉમેદવાર પંકજભાઇ દેસાઇના સમર્થનમાં શહેર અને ગામડામાં બાઇક રેલીઓ યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!