Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં ટાઇલ્સની પેટીઓની આડમાં દારૂનો જથ્થો લાવતી ટ્રક પકડાઈ

Share

વડોદરામાં દારૂનો મોટો જથ્થો લાવવામાં આવી રહ્યો હોવાની વિગતોને પગલે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ગોલ્ડન ચોકડી નજીક એક ટ્રકને આતરવામાં આવી હતી. પોલીસે ટ્રકના ડ્રાઇવરની પૂછપરછ કરતા તેણે અંદર ટાઇલ્સની પેટીઓ હોવાનું કહી જુદી જુદી પેટીઓ પણ બતાવી હતી.

પોલીસને શંકા જતા ટાઇલ્સની પેટીઓ ચેક કરી હતી અને તેમાંથી બે પોઇન્ટ 65 લાખની કિંમતની દારૂની 1336 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે ટ્રકના ડ્રાઇવર જુબેર હુરમતખાન (મેવાત,હરિયાણા) ને અટકમાં લઇ પૂછપરછ કરી હતી.

Advertisement

જે દરમિયાન ગુડગાવના ધરુહેરા ગામે થી અશફાક નામના સપ્લાયરે દારૂની પેટીઓ ભરી હોવાની વિગતો બહાર આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. દારૂનો જથ્થો વડોદરામાં મોબાઈલથી સંપર્ક કર્યા બાદ કોઈ ખેપીઓ લેવા આવનાર હોવાની વિગતો ખુલી છે. પોલીસે કુલ 22 લાખની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે.


Share

Related posts

સત્તાધીશો ના ઈશારે શરૂ કરાયેલ ટોલટેક્સ માંથી ભરૂચ ના વાહનોને મુક્તિ આપવા માં આવે તેવી માંગ સાથે યૂથ કોંગ્રેસ અને સ્થાનિક લોકો એ જીલ્લા સમાહર્તા મેં આવેદન પત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી..

ProudOfGujarat

અમદાવાદમાં પર્યાવરણને નુકસાન પહોંચાડાતા 41 બાંધકામ સાઈટ સીલ કરાઇ.

ProudOfGujarat

નડિયાદ : માતા સહિત ચાર મહિલાઓએ માસૂમ બાળકનો સોદો કર્યો : પોલીસે ગ્રાહક બની કર્યો પર્દાફાશ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!