Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં ચલણી નોટો આપીને 7 ટકા વધુ પૈસા કમાવવાની લાલચે કર્મકાંડી બ્રાહ્મણે 70 લાખ ગુમાવ્યા, ઠગ ટોળકીના બે ઝડપાયા, 3 દિવસના રિમાન્ડ મંજૂર

Share

વડોદરામાં 500 રૂપિયાની ચલણી નોટ આપવાની સામે રૂ.1050 અને 100 રૂપિયાની ચલણી નોટ આપવાની સામે 7 ટકા વ્યાજ આપવાની લાલચ આપીને રાજકોટના કર્મકાંડી બ્રાહ્ણણ પાસેથી રૂ. 70 લાખ લઈને છૂમંતર થઈ જનારી ઠગ ટોળકીના બે સાગરીતને કરજણ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ માટે 3 દિવસના રિમાન્ડ પણ મેળવી લીધા છે. જ્યારે અન્ય ફરાર આરોપીઓને પકડવા વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, રાજકોટમાં ગાયત્રીનગર મેઇન રોડ પર આવેલા શિવાલય ફ્લેટમાં રહેતા સુનિલભાઇ જોષીનો સંપર્ક અનિલ પટેલ, તેમની કારના ડ્રાઇવર, વેકરીયાભાઇ અને અન્ય એક કારના ડ્રાઇવર સાથે થયો હતો. આ ઠગ ટોળકીએ સુનિલભાઈને શોર્ટ ટાઇમમાં વધુ નાણા કમાવાની લાલચ આપી હતી. તેમણે સુનિલભાઈને 500 રૂપિયાની ચલણી નોટ આપવાની સામે રૂ.1050 અને 100 રૂપિયાની ચલણી નોટ આપવાની સામે 7 ટકા વ્યાજ આપવાની લાલચ આપી હતી. પહેલાના અમુક વ્યવહારમાં પૈસા ચૂકવીને સુનિલ જોષીનો વિશ્વાસ પણ જીત્યો હતો.

Advertisement

ત્યારબાદ સુનિલભાઈએ વધુ પૈસા કમાવવાની લાલચમાં જમીન, મકાન અને અન્ય મૂડી મળી રૂ. 35 લાખ અને બાકીના રૂપિયા 35 લાખ પરિચિતો પાસેથી લઈ કુલ રૂ. 70 લાખ ઠગ ટોળકીને આપ્યા હતા. જો કે, પૈસા લઈ ઠગ ટોળકી છૂમંતર થઈ ગઈ હતી. આ મામલે છેતરપિંડીની જાણ થતા સુનિલભાઇએ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કાર્યવાહી કરી આ કેસમાં બે સાગરીત વાલજી મકવાણા અને નજીર મલેકની ધરપકડ કરી હતી અને વધુ પૂછપરછ માટે 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જ્યારે અન્ય ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


Share

Related posts

રાજપીપલા ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ.

ProudOfGujarat

પ્રજાપતિ સમાજનો લગ્નોત્સુક યુવક-યુવતીઓનો પસંદગી મેળો સુરતમાં યોજાશે

ProudOfGujarat

ઝઘડીયાના ખાખરીપુરા શાળાના આચાર્યનું હરદ્વાર ખાતે ગુરુ ચાણકય એવોર્ડથી સન્માન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!