સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમા EVM મશીનોની ગરબડીના આક્ષેપ સાથે કરજણ મામલતદારને BTP ના કાર્યકર્તાઓ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાબતે BTP એ અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે. જેમાં EVM મશીનોની ગરબડીના આક્ષેપ સાથે કરજણ BTP ના કાર્યકર્તાઓએ કરજણ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેઓએ આક્ષેપો કર્યા હતા કે જૂની લોકશાહી ધરાવતો અમેરિકા જેવો દેશમાં આજે બેલેટ પેપરથી ચૂંટણીઓ થતી હોય તો આપણા દેશમાં જ EVM મશીન કેમ? અમેરિકામા કેમ EVM મશીન હટાવામાં આવ્યું ?
આપણા દેશમાં કેમ EVM મશીનોથી ચૂંટણી યોજાય છે ? ચૂંટણીમાં ભાજપને જીતાડવામા EVM મશીનનો મોટો ફાળો હોવાના કારણે મશીન નથી હટતું. એવા પણ આક્ષેપો આવેદનપત્રમાં કર્યા હતા.
ધોળકામા વોર્ડ નં – 4 મા 644 વ્યક્તિએ મત આપેલા છે અને EVM માંથી 2373 મત નીકળે છે તો શું EVM મશીનમા જાદુ હતો કે ભ્રષ્ટાચાર ? EVM મશીન બાબતે ઘણી ફરિયાદો કરવામાં આવી છે પરંતુ ચૂંટણી પંચે કોઈ નિષ્પક્ષ કાર્યવાહી નથી કરી કેમ ? આવા આક્ષેપો સાથે BTP નાં કાર્યકર્તાઓએ કરજણ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને રાજ્યપાલ સુધી પહોંચાડવા વિનંતી કરી હતી.
યાકુબ પટેલ : કરજણ