એસ.ઓ.જી.એ વડોદરામાંથી 2 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપ્યું છે. આ સાથે આરોપીના ઘરેથી 15 લાખની રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે.
રાજ્યમાં સરહદો પર ગૃહ વિભાગે કડકાઈ દાખવતા એક પછી એક ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે ત્યારે આ દિશામાં કાર્યવાહી શહેરોમાં પણ તેજ કરવામાં આવી રહી છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં એસઓજી ડ્રગ્સ મામલે કડકાઈ દાખવી રહી છે ત્યારે ગઈકાલે અમદાવાદમાં યુપીથી આવેલા એક શખ્સની 2 કિલો ડ્રગ્સ સાથે અટકાયત કરાઈ હતી ત્યારે વડોદરામાં પણ એમડી ડ્રગ્સ ઝડપાયું છે.
વડોદરામાં એસઓજી દ્વારા બાતમીના આધારે કાર્યવાહી કરાતા બે આરોપીઓને ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. એસઓજીના સર્ચમાં ઓપરેશનમાં એમડી ડ્રગ્સ ઝડપાયું હતું.
2 લાખની કિંમતનું 21 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું છે. આરોપી ઈમરાન મલિકના ઘરમાંથી 15 લાખ રોકડ મળી આવી હતી. આ મામલે 2 આરોપીઓ ઝડપાયા છે. મુંબઈથી ડ્રગ્સ લાવીને વેચાણ કરવામાં આવતું હતું. આ મામલે એસઓજી દ્વારા આ ડ્રગ્સ ક્યાંથી કોના દ્વારા કોને પહોંચતું કરવામાં આવતું હતું તેની સાથે કોણ કોણ સંડોવાયેલા છે તેમજ આ પહેલા કેટલીવખત ડિલીવરી કરી છે એ તમામ બાબતે પૂછપરછ કરવામાં આવશે.