Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ તાલુકાના વલણમાં શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ સ્થિત સેવાભાવી સંસ્થા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા ગામમાં વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ અન્વયે વલણ કુમાર શાળા તેમજ વલણ કન્યા શાળા અને ધી વલણ હાઈસ્કૂલમાં વૃક્ષો રોપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વલણ સ્થિત સેવાભાવી સંસ્થા શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા સમયાંતરે ગામમાં સેવાભાવી કાર્યો થતા રહે છે.

શૈખૂલ ઇસ્લામ ટ્રસ્ટ સેવાભાવી કાર્યો થકી અન્ય સંસ્થાઓ માટે પ્રેરણાદાયી પુરવાર થઈ રહ્યુ છે. આયોજિત કાર્યક્રમમાં ટ્રસ્ટના અધ્યક્ષ ખલીફ એ શૈખુલ ઈસ્લામ પીરઝાદા સૈયદ સલાઉદ્દીનબાવા કાદરી તેમજ મસ્જિદ એ નૂરૂલ ઇસ્લામ ના ખતીબો ઇમામ સૈયદ સરફુદ્દીન બાવા કાદરી. સૈયદ જૈનુદ્દીન કાદરી તેમજ ટ્રસ્ટના સદસ્યો આરીફ વાસિવાલા, સેહજાદ સિંધી, અલ્તાફ સિંધી, અસ્ફાક કિલેદાર, સલમાન સિંધી ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ટીફીન નહીં લાવતા પુત્રને માર્યા બાદ બચાવ કરતા પિતાને પણ માર માર્યો

ProudOfGujarat

અંકલેશ્વર : ગેસની બોટલમાંથી અનઅધિકૃત પરવાના વગર ગેસ રીફિલિંગ કરતાં બે ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

જંબુસર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જંબુસર નગરના નગરજનો તથા પંથકની જનતા માટે બિસ્માર થઈ ગયેલાં માર્ગો નવાં બનાવવાની માંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!